By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    6 hours ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    1 day ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    1 day ago
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    2 days ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડિપ્લોમસી ફેલ થશે તો મિસાઈલો ગરજશે: ટ્રમ્પ
    3 hours ago
    ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન માટે નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ
    5 hours ago
    હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી શરૂ
    5 hours ago
    ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન
    6 hours ago
    500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    5 hours ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    6 hours ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    6 hours ago
    T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
    1 day ago
    પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    4 hours ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 day ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    2 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    2 days ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જેના કરવા ધારેલા કૃત્યને અથવા જેના કરી રાખેલા વિચારને બીજા કોઈ જાણતા નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > જેના કરવા ધારેલા કૃત્યને અથવા જેના કરી રાખેલા વિચારને બીજા કોઈ જાણતા નથી
AuthorShailesh Sagpariya

જેના કરવા ધારેલા કૃત્યને અથવા જેના કરી રાખેલા વિચારને બીજા કોઈ જાણતા નથી

Khaskhabar Editor
Last updated: 2024/01/06 at 5:05 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

– પરંતુ જેના સિદ્ધ થયેલા કાર્યને જ બીજા જાણે છે તે જ વિદ્વાન કહેવાય છે

રેલવેમાં નોકરી કરતા એક કર્મચારી પર ચોરીનો આરોપ મૂકીને રેલવેના ધોળિયા અધિકારીએ કોર્ટમાં કેસ કર્યો. આ કેસમાં બચાવ પક્ષે વલ્લભભાઈ રોકાયેલા હતા. ધોળિયો અધિકારી એની નીચેના કર્મચારીને હેરાન કરવા માંગતો હતો, એટલે એને ખોટા કેસમાં ફસાવ્યો હતો. અને હવે આ કર્મચારીને કોર્ટ મોટી સજા કરે એવું ઈચ્છતો હતો. અગાઉ ક્યારેય આ કર્મચારીને કોઈ સજા થઈ હોય એવો પુરાવો મળી જાય તો એના આધારે મોટી સજા કરાવી શકાય.
ધોળિયા અધિકારીએ એના કર્મચારીને સમજાવ્યું કે, તું લેખિતમાં એવી કબૂલાત આપ કે, તને અગાઉ જેલની સજા થઈ ચૂકી છે. તો હું તને એના આધારે સાવ હળવી સજા કરાવીને પાછો નોકરી પર રખાવી દઉં. ભોળો કર્મચારી એના અધિકારીની ચાલ સમજી શક્યો નહીં એટલે એ તો એનો અધિકારી જેમ કહે એમ લખી આપવા માટે તૈયાર થઈ ગયો. પણ લખાણ આપતા પહેલા એણે વલ્લભભાઈને આ બધી વાત કરી. વલ્લભભાઈએ એ કર્મચારીની જન્મતારીખનો દાખલો મેળવ્યો. કર્મચારીની જે જન્મતારીખ દાખલામાં લખી હતી, તે તારીખે પૂરી થતી હોય એવી નવ મહિનાની જેલની સજા ભોગવી છે; એવું લખાણ લખીને અધિકારીને આપી દીધું. અધિકારીને આ લખાણ આપ્યું એટલે એ તો રાજીનો રેડ થઈ ગયો. અગાઉ સજા થયાનો પૂરાવો મળી ગયાના આનંદમાં એ લખાણમાં લખેલી તારીખો વાંચવાનું ભૂલી જ ગયો. કોર્ટમાં કેસ ચાલ્યો અને અપીલ પણ થઈ. અપીલની સુનાવણી વખતે સરકારી વકીલે આરોપીને અગાઉ નવ માસની જેલની સજા થયેલી છે, એવું આરોપીએ આપેલું કબૂલાતનામું કોર્ટ સમક્ષ રજૂ કર્યું. વલ્લભભાઈ પોતાની દલીલો રજૂ કરવા ઊભા થયા. એણે પોતાના અસીલને પહેલેથી જ શું બોલવું એ સમજાવી રાખેલું હતું.
અસીલને પહેલો જ પ્રશ્ન કર્યો, અલ્યા, તને અગાઉ જેલની સજા થયેલી હતી ? અસીલે ‘હા’ પાડી એટલે બીજો પ્રશ્ન પૂછ્યો, કેટલા સમયની સજા થયેલી હતી? અસીલે કહ્યું, નવ માસની. આરોપીની આ કબૂલાત સાંભળીને ગોરા અધિકારી અને સરકારી વકીલ આનંદમાં આવી ગયા. વલ્લભભાઈએ પોતાના અસીલને પૂછ્યું, તને આ નવ માસની સજા ક્યા ગુના બદલ થયેલી હતી? અસીલે તો ઠાવકાઇથી જવાબ આપ્યો, મને એ ગુના બદલ સજા થયેલી, જે ગુનાની સજા તમને પણ થયેલી, આ સરકારી વકીલસાહેબને પણ થયેલી અને જજસાહેબને પણ થયેલી. મને નવ માસ સુધી માના ગર્ભમાં રહેવાના ગુનાની સજા થયેલી હતી. વાત સાંભળીને બધાં હસી પડ્યા. પછી વલ્લભભાઈ પટેલે આરોપીના જન્મતારીખનો દાખલો રજૂ કરીને કોર્ટને ખાતરી કરાવી કે, લખાણમાં જે નવ માસનો સમય લખેલો છે; એ આરોપીના જન્મ પહેલાનો છે ! વલ્લભભાઈની ત્યાર પછીની ધારદાર દલીલોથી પેલો કર્મચારી નિર્દોષ છૂટી ગયો.

- Advertisement -

બોધામૃત
કોઈપણ કામ હાથ પર લઈએ ત્યારે પૂરી ચોકસાઇ સાથે એ કામ કરવું. ઉતાવળમાં ગમે તેમ આટોપી લેવામાં આવેલા કામનું પરિણામ ભવિષ્યમાં દુ:ખ પણ આપે. નાનામાં નાના કામનું પણ ખૂબ મહત્ત્વ છે, એમ માનીને દરેક કામમાં ચીવટ રાખવી જોઇએ.

અનુભવામૃત
જે ફક્ત ભણેલો હશે તેને મુશ્કેલીઓ દેખાશે; પણ જે ગણેલો હશે તેને રસ્તો દેખાશે.
-ફ્રેડરિક હેગલ

You Might Also Like

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

દહેશતના અલગ અલગ રૂપો

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??

કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે

TAGGED: intends, story
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઘરઘરમાં આ ગીત ગુંજી રહ્યું છે, ‘મેરી ઝોંપડી કે ભાગ આજ ખુલ જાયેંગે, રામ આયેંગે…’
Next Article રાજકોટ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે આજે દાદાને દિવ્ય શણગાર સાથે મારૂતિ યજ્ઞ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સિંહોની મૂવમેન્ટ માટે વધુ 5 અંડરપાસનું બાંધકામ ચાલું : પરિમલ નથવાણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર
દહેશતના અલગ અલગ રૂપો
પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર
વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??
કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
Author

દહેશતના અલગ અલગ રૂપો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
Author

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?