ખાસ-ખબર સંવાદદાતા
યુપીના પાંચ જિલ્લાઓમાં આઠ જગ્યાએ ગઈંઅની ટીમે દરોડા પડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્વાહી નક્સલી કનેક્શન અને ટેરર ફંડિંગની તપાસના મામલામાં કરવામાં આવી છે. પ્રયાગરાજ, વારાણસી, આઝમગઢ અને દેવરિયા જિલ્લાના આઠ સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા છે. આજે વહેલી સવારથી આ કાર્યવાહીમાં ગઈંઅની અનેક ટીમો લાગેલી છે. આ ઉપરાંત કેટલાક લોકોથી પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. વારાણસીના ચિતઈપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કરૌલીના મહામનાપૂરી કોલોનીના એક ઘરમાં ગઈંઅએ વહેલી સવારે દરોડો પડ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે આ ઘરમાં બે છાત્રાઓ ભગત સિંહ સ્ટુડેંટ મોરચાની ઓફિસ ચલાવે છે. તેમના પર ઓફિસથી સરકાર વિરોધી ગતિવિધિઓનું સંચાલન કરવાનો આરોપ છે. મળેલી માહિતી મુજબ આ સંગઠનના બે સભ્યો કસ્ટડીમાં છે. સુત્રોના જણાવ્યા મુજબ છાત્રાઓ સિવાય મોરચા સાથે જોડાયેલા અન્ય યુવકો પણ ઘરમાં હાજર હતા. ગઈંઅની ટીમ દરેકની અલગ અલગ પૂછપરછ કરી રહી છે. મોરચાના સભ્યો પર આરોપ છે કે તેઓ ઇઇંઞમાં વિવિધ મુદ્દાઓ પર આંદોલન કરી રહ્યા છે. આ સાથે વિવિધ મુદ્દે સરકારનો વિરોધ પણ કરી રહ્યા છે. મહામનાપૂરી કોલોનીમાં ઘરના રસ્તા પર ફોર્સ પણ તૈનાત છે.
બીજી તરફ દેવરિયાના ઉમા નગર વિસ્તારમાં પણ ગઈંઅની ટીમના દરોડા ચાલુ છે. ઉમાનગર વિસ્તારમાં ડો. રામનાથ ચૌહાનના ઘરે દરોડો પડ્યો છે. તેઓ જનવાદી ક્રાંતિ દળના રાષ્ટ્રીય મહામંત્રી છે. તેમનાં ઘરની બહાર પણ પોલીસ ફોર્સ તૈનાત છે. તેમનાં ઘરે પણ આજે વહેલી સવારે 5 વાગ્યેથી દરોડાની કાર્યવાહી ચાલુ છે. જો કે તેઓ ઘરે હાજર નથી. ઘરની અંદર ગઈંઅ પરિવારના સભ્યોથી પૂછપરછ કરી રહી છે. ચંદૌલી, આઝમગઢ અને પ્રયાગરાજમાં પણ જુદા જુદા સ્થાનો પર ગઈંઅની ટીમ દરોડાની કાર્યવાહી કરી રહી છે. આ કાર્યવાહી પાછળનો હેતુ ઈઙઈં ટેરર ફન્ડિંગ મામલાનો ખુલાસો કરવો અને આનાથી જેડાયેલ તમામ કડીઓનો પર્દાફાશ કરવાનો છે.