– બંન્નેને આજે એનઆઇએની સ્પેશ્યલ કોર્ટમાં રજુ કરવામાં આવશે
દેશની સૌથી મોટી સુરક્ષા એજન્સી NIAએ અંડરવર્લ્ડ ડોન દાઉદી ઇબ્રાહિમની ડી-કંપની સામે મોટી કાર્યવાહી કરી છે. એનઆઇએએ દાઉદ ઇબ્રાહીમના બે સાગીરતોની ઘરપકડ કરી છે. બંન્નેને આજે એનઆઇએની સ્પેશ્યલ કોર્ટમાં રજુ કરવામાં આવશે. જ્યાં પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 9 મેના સોમવારના એનઆઇએ મુંબઇમાં દાઉદ ઇબ્રાહીમના કેટલાય રહેઠાણો પર છાપામારી કરી હતી.
- Advertisement -
એનઆઇએ દાઉદ ઇબ્રાહીમના જે બંન્ને સાગીરતોની ધરપકડ કરી છે, તેમની ઓળખ અબૂ બકર શેખ(59 વર્ષ) અને શકીલ શેખ ઉર્ફ છોટા શકીલ(51 વર્ષ)ના રૂપમાં આપી છે. એક સમાચાર એજન્સીને એઆઇએ આ માહિતી આપી છએ. શકીલ શેખ ઉર્ફ છોટા શકીલના વિર્દ્ધમાં ઇન્ટરપોલએ રેડ કોર્નર નોટીસ જાહેર કરીને રાખી હતી. છોટા શકીલ પાકિસ્તાનમાં છુપાઇને ઇન્ટરનેશનલ ક્રાઇમ સિંડિકેટને ઓપરેટ કરી રહ્યો હતો. તેમના સિવાય ડ્રગ્સની હેરાફેરીની સાથે આતંકવાદીના કેસોમાં પણ તેમનું નામ જોડાયેલું છે.
સોમવારના એઆઇએએ મુંબઇમાં 29 જગ્યાએ કરી હતી છાપેમારી
જણાવી દઇએ કે સોમવારના એઆઇએએ મુંબઇની ડી-કંપની અને તેમની સાથે સંબંધ ધરાવનારા લગભગ 29થી વધારે જગ્યાએ છાપેમારી કરી હતી. ત્યારે એનઆઇએના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષ ફેબ્રુઆરીમાં ડી-કંપનીની સામે એક કેસ દાખલ થયો હતો. આ કેસમાં છાપેમારીમાં મળેલા સબૂત પણ જમા કરાવ્યા હતા.
દાઉદ ઇબ્રાહીમ મુંબઇમાં વર્ષ 1993માં થયેલા બોમ્બ બ્લાસ્ટનો આરોપી
દાઉદ ઇબ્રાહીમ મુંબઇમાં વર્ષ 1993માં થયેલા બોમ્બ બ્લાસ્ટનો આરોપી છે. જે દેશ છોડીને ભાગી ગયો છે. સુરક્ષા એજન્સીઓના મતે, તે પાકિસ્તાનમાં છુપાઇને ભારતમાં આતંક ફેલાવી રહ્યો છે. એઆઇએએ પોતાની FRIમાં દાઉદને નેશનલ ટેરેરિસ્ટ ગણાવ્યો છે. જે ભારતમાં આતંક ફેલાવવા માટે એક સ્પેશેયલ યૂનિટ બનાવે છે. એઆઇએએ આ કેસો દાઉદ ઇબ્રાહીમ, અનીસ ઇબ્રાહીમ શેખ, છોટા શકીલ, જાવેધ પટેલ ઉર્ફ જાવેધા ચિકના, ટાઇગર મેનનનો સામે કેસ દાખલ કર્યો છે.
- Advertisement -
Correction: NIA arrests 2 suspects, namely Arif Abubakar Shaikh (59y/o) & Shabbir Abubakar Shaikh* (51y/o), in the D-company case, involving Dawood Ibrahim Kaskar & his associates. The suspects will be produced before the NIA Special Court today for seeking Police custody.
— ANI (@ANI) May 13, 2022