ન્યૂઝીલેન્ડની ટીમે 99 રને બાજી મારી જીત પોતાને નામ કર છે સાથે જ બીજી મેચ જીત બાદ ન્યૂઝીલેન્ડ ડે 4 પોઇન્ટ અને પ્લસ 1.958 નો નેટ રન મેળવ્યો છે.
વર્લ્ડ કપ 2023 માં આજે નેધરલેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્રિકેટનો જંગ ખેલાયો હતો. જેમાં ન્યૂઝીલેન્ડની ટીમે 99 રને બાજી મારી જીત પોતાને નામ કરી છે. સાથે જ આ બીજી જીતને પગલે ન્યુઝીલેન્ડ પોઇન્ટ ટેબલ પર ટોચના સ્થાને પહોંચી ગઈ છે. મહત્વનું છે કે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ન્યૂઝીલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે બે-બે મેચ રમાઈ હતી જેમાં કિવિ ટીમે બંનેમાં સફળતા હાંસલ કરી છે. તો ડચ ટીમે બન્નેમાં હાર ભોગવવાનો વારો આવ્યો છે. બીજી મેચ જીતવાની સાથે જ ન્યૂઝીલેન્ડ ડે 4 પોઇન્ટ અને પ્લસ 1.958 નો નેટ રન મેળવ્યો છે. તો નેધરલેન્ડ 8મા સ્થાને ધકેલાઈ ગયું છે.
- Advertisement -
New Zealand consolidate their top position in the #CWC23 points table with another win 🎉#NZvNED 📝: https://t.co/s8xJZL69dc pic.twitter.com/iKumdGRbgR
— ICC Cricket World Cup (@cricketworldcup) October 9, 2023
- Advertisement -
ભારતીય ટીમે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી
જીતથી દુર રહેલ નેધરલેન્ડ અત્યાર સુધી કોઈ પોઈન્ટ મેળવી શક્યું નથી. ન્યૂઝીલેન્ડ બાદ દક્ષિણ આફ્રિકા 2 પોઈન્ટ અને +2.040ના નેટ રન રેટ સાથે બીજા નંબર પર છે તો પાકિસ્તાન પણ 2 પોઈન્ટ અને +1.620 નેટ રનરેટ સાથે ત્રીજા નંબર પર છે. એ જ રીતે પોઇન્ટ ટેબલ પર બાંગ્લાદેશ 2 પોઈન્ટ અને +1.438 નેટ રનરેટ સાથે ચોથા સ્થાને છે અને ભારત 2 પોઈન્ટ અને +0.883 નેટ રનરેટ સાથે પાંચમા નંબર પર જોવા મળે છે. નોંધનીય છે કે ગઈકાલે જ ભારતીય ટીમે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી વર્લ્ડ કપમાં શુભ શરૂઆત કરી હતી.
A mind-blowing catch by Trent Boult to remove Bas de Leede 🤯
Watch it here 👇#CWC23 | #NZvNEDhttps://t.co/SDwFZvZs6b
— ICC Cricket World Cup (@cricketworldcup) October 9, 2023
આ ટીમોએ હજુ સુધી પોતાનું ખાતું ખોલ્યું નથી
સાથે જ 6 થી 10 નંબર પરની પાંચ ટીમોએ હજુ સુધી પોતાનું ખાતું ખોલ્યું નથી. કાંગારૂ ટીમને પ્રથમ મેચમાં ભારત હાથે હારનો સામનો કર્યા બાદ ઓસ્ટ્રેલિયા -0.883ના નેટ રન રેટ સાથે છઠ્ઠા સ્થાને છે. અફઘાનિસ્તાન -1.438 નેટ રન રેટ સાથે સાતમા સ્થાને અને નેધરલેન્ડ્સ -1.800 નેટ રન રેટ સાથે આઠમા નંબર પર તો શ્રીલંકા -2.040 નેટ રન રેટ સાથે નવમા સ્થાને છે અને ઈંગ્લેન્ડ -2.149 નેટ રન રેટ સાથે 10મા સ્થાને હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આવતીકાલે મંગળવાર, 10 ઓક્ટોબરે પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ધર્મશાલામાં અને બીજી મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે હૈદરાબાદમાં રમાશે.