‘ખાસ-ખબર’ પાસે આખી સિસ્ટમને હચમચાવી દેતી ક્લિપિંગ મોજુદ

રૂા.5400ની કિંમતના ઇન્જેક્શનના રૂા.6000 થી રૂા.10,000માં રોડ પર સોદાબાજી!

રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી તો કાળાબજારિયા કરતાંય વધુ શંકાસ્પદ!

સમગ્ર ભારતમાં કોરોના નામક મહામારીએ ભરડો લીધો છે અને કોરોનાનો કહેર ભારતનાં દરેક રાજ્યના મુખ્યમાર્ગોથી લઈને મહોલ્લા સુધી પહોંચીને પરેશાન કરી રહ્યો છે ત્યારે સરકાર કોરોનાને હારાવવા માટે ઊંધામાથે પ્રયત્ન કરી રહી છે.સરકારી હોસ્પિટલો પાસે રહેલી તમામ સુવિધાઓને પુરા પ્રમાણમાં ઉપયોગમાં લઈને સમગ્ર ગજરાતમાં કોરોના દર્દીઓની સારવાર માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાએ એટલો પગપેસારો કર્યો છે કે, ફક્ત સરકારી હોસ્પિટલોની સુવિધાનો ઉપયોગ કરીને કોરોના નામક રાક્ષસને નાથવો મુશ્કેલ છે ત્યારે સરકારે ખાનગી હોસ્પિટલોને પણ કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર કરવા માટે લીલી ઝંડી આપી છે. પરંતુ દર્દીઓને ખાનગી હોસ્પિટલો દ્વારા લુંટવાનાં અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને ખાનગી ડોકટરોનું પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે,ખાસ-ખબરએ રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જવાબદાર અધિકારી સુમિત વ્યાસ પાસે આ અંગેની વિસ્તૃત વિગતો માંગતા,વ્યાસને જવાબ આપવા માટે કાયદેસરનાં ફાંફા મારવા પડ્યા હતા અને અંતે જુગાડું જવાબના રૂપમાં તેમને જણાવ્યું હતું કે, અમોને આ ખાનગી હોસ્પિટલોમાં ચાલતા મેડીકલ અંગે ખ્યાલ જ છે. પરંતુ અમોને આ અંગે હળવું વલણ દાખવવા સુચનો આપવામાં આવ્યા છે. આ અંગે ખાસ-ખબરએ સવાલ કર્યો હતો કે, આ અંગેની કોઈ લેખિતમાં માહિતી આપવામાં આવી છે કે કેમ? તો તે અંગે અધિકારી સુમિત વ્યાસ મુંજાયા હતા અને તેમને ઉડાઉ જવાબ આપ્યો હતો.

જાગો રાજકોટનાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારો હવે તો જાગો !!!

ઉલ્લેખનીય છે, રાજકોટમાં આવી ખાનગી હોસ્પિટલનાં રાફડા ફાંટયા છે ત્યારે દરેક હોસ્પિટલમાં આવી લુંટફાટ ચાલે છે કે કેમ? અને કોરોનારૂપી રાક્ષસનાં મોતના ડરથી લુંટાયેલા દર્દીઓ સાથે થયેલી છેતરપીંડી અંગે કોણ જવાબદાર છે? તે ખુબ મોટો પ્રશ્ર્ન છે.

દર્દીઓની ભાવના સાથે ખતરનાક ખેલ ખેલતી રાજકોટની સદ્ભાવના હોસ્પિટલ

કોરોનાના કહેર વચ્ચે વાઇરસથી સંક્રમિત અત્યંત ગંભીર દર્દીઓ માટે આર્શીવાદરૂપ રેમડેસીવીર નામના ઇન્જેક્શન જડીબુટ્ટીરૂપ પુરવાર સાબિત થઇ રહ્યા છે ત્યારે ગુજરાતનાં મેટ્રો સિટી સુરત અને અમદાવાદમાંથી આ પ્રકારના ઇન્જેકશનનાં કાળાબજાર સામે આવ્યા હતા ત્યારે અતિ જરૂરિયાતમંદ દર્દીઓ અને કોવિડ સારવાર કરતી હોસ્પિટલોને પણ મળતા નથી તો આ કાળાબજારીઆઓ ક્યાંથી શોધી લાવે છે તે અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ અચરજ પામ્યો હતો ! ‘ખાસ-ખબર’ પાસે એક મહત્વપૂર્ણ રેકોર્ડીંગ આવ્યું છે જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ થઇ રહ્યો છે કે , દર્દીના સગા દ્વારા સામે છેડે રહેલા એક વ્યક્તિને વિનંતી કરવામાં આવે છે કે, દર્દીને કોઈપણ સંજોગોમાં રેમેડેસીવીર ઇન્જેક્શનની જરૂર છે પરંતુ રાજકોટમાં ક્યાય પણ આ ઈન્જેકશન મળી રહ્યા નથી આથી સામે છેડે રહેલા કાળાબજારીયાને દર્દીના સગા દ્વારા વિનંતી કરવામાં આવે છે. ત્યારે કાળા-બજારીયા પોતાની પાસે 2 ઇન્જેક્શન મળી જવાની ખાતરી આપે છે અને પોતાના ડીલીવરી બોયને મોકલે છે તેવી વાત પણ સામે આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર પ્રકરણ અંગે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે છતાં પણ રાજકોટ ફૂ9 એન્ડ ડ્રગનાં અધિકારીઓ કેમ મૂકપ્રેક્ષક બનીને લાજ કાઢી રહ્યા છે તે ખૂબ મોટો પ્રશ્ર્ન છે!!