સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી – 31 ઓક્ટોબર – સમગ્ર દેશમાં ‘‘રાષ્ટ્રીય એકતા દિવસ’’ તરીકે મનાવાય છે, ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શપથ લેવામાં આવ્યા હતા.
- Advertisement -
જિલ્લા કલેકટર પ્રભવ જોશી, નિવાસી અધિક કલેકટર એસ. જે. ખાચર તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા, અખંડિતતાનું રક્ષણ કરવા તથા તેના જતન માટે સ્વને સમર્પિત કરવા તથા દેશવાસીઓને આ માટે જાગૃત કરવા શપથ ગ્રહણ કર્યા હતા.