સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે રન ફોર યુનિટી કાર્યક્રમ 
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તા.31મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ નિમિતે રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે જેલ અધિક્ષક વાગીશા જોષી દ્વારા રન ફોર યુનિટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જેલના ઈ.નાયબ અધિક્ષક એમ.આર.ઝાલા સહિત તમામ અધિકારી/કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
અહિંસા થી એકતા તા.2 અને 31 ઓક્ટોબર સુધી ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલના બંદીવાનો તથા જેલ સ્ટાફને યોગની તાલીમ આપવા અંગેની શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજરોજ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં બંદીવાનો તથા અધિકારી/કર્માચારીઓએ ભાગ લીધેલ હતો.



 
                                 
                              
        

 
         
        