ક્ધઝ્યુમર કો-ઓપરેટિવ સેક્ટર અંગે ચેરમેન ભાગ્યેશ વોરા સાથે વિસ્તૃત ચર્ચા કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગ્રાહક પ્રવૃતિ સાથે સાડા છ દાયકાથી સતત કાર્યરત રાજકોટ જિલ્લા મધ્યસ્થ ગ્રાહક સહકારી ભંડાર લી. અપના બજારના મુખ્યાલય ખાતે રાષ્ટ્રનું સહકારી પ્રવૃતિનું પ્રચંડ આગવું સંગઠન સહકાર ભારતીનાં નવનિર્વાચીત રાષ્ટ્રીય પદાધિકારીઓ ઉદય જોષી- રાષ્ટીય અધ્યક્ષ, રાષ્ટ્રીય મહામંત્રી સંજય પાંચપોર, સહકાર ભારતી પૂ ર્વઅધ્યક્ષ- આરબીઆઇ ડિરેક્ટર સતીષ મરાઠે, ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી જીવનભાઈ ગોલે, પ્રાંત પ્રકોષ્ટ પ્રમુખ ચીમનભાઈ ડોબરિયા દ્વારા અપના બજારની રૂબરૂ મુલાકાત લઈ ગ્રાહક સહકારી ભંડારના વિકાસમાં રાજકોટની સહકારી ચળવળમાં અનેરા પ્રદાન અને મહત્વ ધરાવતી સંસ્થા પ્રવૃત્તિને બિરદાવી હતી. સંસ્થાની પ્રવૃતિનો સવિસ્તર ચિતાર રજૂ કરતાં ચેરમેન ભાગ્યેશ વોરાએ પ્રતિનિધિ મંડળ સમક્ષ અનેક આયામો રજૂ કર્યા હતા. તેના પ્રતિસાદ રૂપે રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય જોષીએ વર્તમાન ગ્રાહક લક્ષી પ્રવૃત્તિમાં નવા અભિગમને સ્વીકારી સંસ્થાની પ્રગતિ માટેના અનેક પગલાઓનું વિસ્તૃ તમાર્ગદર્શન આપ્યું હતું. આરબીઆઇ ડિરેક્ટર- વરિષ્ઠ અધિકારી સતીષ મરાઠેનું ભવિષ્યની દ્રષ્ટિએ ગ્રાહક સહકારી ભંડારે સહકારી પ્રવૃતિમાં ટકી રહેવા અસ્તિત્વને ટકાવી રાખવા કેવા અભિગમ કેળવવા પડશે તે અંગે માર્ગદર્શન કર્યું હતું. આ પ્રસંગે સહકારી અગ્રણીઓ જુનાગઢની કેશવ ક્રેડીટ કો. ઓપ. સોસાયટીના અધ્યક્ષ રમેશભાઈ સાવલિયા, બોર્ડ ઓફ ડિરેકટરનાં સદસ્યો નંદકિશોરભાઈ ગરાય, ચીમનભાઈ ડોબરિયા, ભીખુભાઈ પાંભર, નયનાબેન મકવાણા આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. યજમાન સંસ્થાનાં વાઇસ ચેરમેન દીપક ચાવડા, વરિષ્ઠ ડિરેક્ટર નટુ ચાવડા, પંકજ દેસાઈ, જયંત ધોળકિયા, મહેશ કોટક, વિક્રમસિંહ પરમાર વિગેરેએ સંસ્થા મુલાકાતે પધારી મહાનું ભાવોને સ્વપરિચય આપી ઉમળકાભેર આવકાર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સંસ્થા ડિરેક્ટર સહકારભારતી પ્રાંત ઉપાધ્યક્ષ નથનાબેન મકવાણાએ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આભાર દર્શન વહીવટી અધિકારી નરેશભાઇ શુક્લએ કર્યું હતું.