ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં યોજાયેલ 36મી નેશનલ ગેમ્સ-2022 અંતર્ગત રાજકોટમાં હોકી અને સ્વિમિંગ ઈવેન્ટ્સ ફાળવવામાં આવેલી છે ત્યારે ગઈકાલે મેયર ડો. પ્રદિપ ડવ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને રાજકોટ શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુરની ઉપસ્થિતિમાં મેજર ધ્યાનચંદ હોકી મેદાન, રેસકોર્સ ખાતે ઓડીશા અને ઉત્તરપ્રદેશની મહિલા હોકી ટીમો વચ્ચેના મેચ સાથે હોકી સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
આ પ્રસંગે ઉપસ્થિત મેયર સહિતના મહાનુભાવો અને મ્યુનિ. કમિશનર સાથે ઓડીશા અને ઉત્તરપ્રદેશની મહિલા હોકી ટીમના ખેલાડીની પરિચય વિધિ કરાવવામાં આવી હતી. પૂલ-એમાં ઓડીશા અને ઉત્તરપ્રદેશ વચ્ચે રમાયેલા મેચમાં રસાકસીભરી રમતને અંતે ઓડીશાએ 3-2 ગોલનાં માર્જિનથી દિલધડક વિજય સાથે પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો.