જુનાગઢ મનપા દ્વારા મારી માટી મારો દેશ અંતર્ગત અમૃત કળશયાત્રા આજ રોજ શહેરના વોર્ડ નં. 9 અને 15 માં નીકળી હતી.જેમાં અમૃત કળશયાત્રાનું શહેરના વોર્ડ નં.9 અને 15માં શહેરીજનો,વિધાર્થીઓ તથા અનુસૂચિત જ્ઞાતિઓના લોકો દ્વારા બહોળી સંખ્યામાં સ્વાગત કરવામાં આવ્યું તેમજ અમૃત કળશમાં માટી તથા ચોખા અર્પણ કરી,પંચપ્રાણ પ્રતિજ્ઞા અંગેના શપથ લેવામાં આવેલ હતા. અમૃત કળશયાત્રામાં મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર, ચેતનાબેન ચુડાસમા, જીવા ભાઈ સોલંકી,ચીફ સર્વેયર ભરત ભાઈ ડોડીયા, નિશાબેન ધાંધલ સહીત સ્વ સહાય જૂથના બહેનો,આંગણવાડીની બહેનો અને વિધાર્થીઓ,બાળકો અને શહેરી જનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
જુનાગઢ મનપા દ્વારા મારી માટી મારો દેશ અંતર્ગત અમૃત કળશ યાત્રા નીકળી

Follow US
Find US on Social Medias