પેપરલીક મુદ્દે કૌભાંડ બહાર આવ્યું
અત્યાર સુધીમાં એક જ વ્યક્તિએ પેપર ફોડ્યા: યુવરાજ
- Advertisement -
પેપર લીક મુદ્દે યુવરાજની પ્રેસ કોન્ફરન્સમાં ચોકાવનારા ખુલાસા કર્યા છે. જેમાં યુવરાજસિંહે જણાવ્યું છે કે 72 ઉમેદવારોને સબ ઓડિટરનું પેપર આપવામાં આવ્યું હતુ. તેમાં અત્યાર સુધીમાં એક જ વ્યક્તિએ પેપર ફોડ્યા છે. તથા મુખ્ય સૂત્રધારનો ખૂલાસો કરવા જઈ રહ્યા છીએ. તેમજ પ્રાંતિજમાં જે ઋઈંછ થઈ તેમાં અનેક લોકો હજી ફરાર છે. તથા 2018ની હાઇકોર્ટ પ્યૂન પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોનું કૌભાંડ છે. ઉલ્લેખનીય છે કે પાલીતાણામાં 22 ઉમેદવારોને રખાયા હતા. જેમાં 22 ઉમેદવારોને પેપરની ઝેરોક્ષ અપાઇ હતી. તથા ભૂતકાળમાં થયેલ પેપર લીક મામલે અત્યાર સુધીમાં એક જ વ્યક્તિએ પેપર ફોડ્યા છે. તથા 6 ભરતીમાં એક જ વ્યકિતએ પેપર ફોડ્યાનો યુવરાજનો આક્ષેપ છે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિની ઘટના સામે આવી છે.