ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા 07/07/2023 થી 10/07/2023 સુધીની રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરી હતી.
રસ્તા પર નડતર રૂપ 10 રેકડી/કેબીન તે છોટુનગર, લિમડા ચોક,નાના મૌવા રોડ, ગાંધીસ્કુલ પાસે, બાપા સીતારામ ચોક રોયલ પ્રાઈમ પાસેથી જપ્ત કરવામાં આવી હતી, જુદી-જુદી અન્ય 13 પરચુરણ ચીજ વસ્તુઓ નાના મૌવા રોડ,પટેલ ક્ધયા છાત્રાલય,શાંતીનીકેતન,શિતલ પાર્ક, છોટુનગર, નાના મૌવા મેઈન રોડ ગાંધી સ્કુલ પાસેથી જપ્ત કરવામાં આવેલ., 63 કિલો શાકભાજી/ફળ જ્યુબેલી માર્કેટ, જંકશન રોડ, પંચાયત ચોક પરથી જપ્ત કરવામાં આવેલ, રૂ.8500/- વહિવટી ચાર્જ તે રૈયા રોડ,પ્રેસ રોડરોડ, મોરબી રોડ, મોરબી રોડ, નાના મૌવા મેઈન રોડ પરથી વસુલ કરવામાં આવ્યો હતો.