મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મોનસૂનનું આગમન થઈ ચૂક્યું હતું. આઈએમડીએ આ અંગે પુષ્ટી કરી છે. આઈએમડીના ઉપમહાનિદેશક ડો. જયંત સરકારે જણાવ્યું હતું. સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસું 10 જૂને આવતું હોય છે. પરંતુ આ વખતે એવરેજ અરાઈવલ ડેટ પહેલા પહોંઈ ગયું છે. ઉલ્લેખનીય છેકે આ વિસ્તારોમાં રાતથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગે પહેલા જ ચેતવ્યા હતા કે 9 જૂનથી 11-12 જૂન વચ્ચે મુંબઈ, થામે નવી મુંબઈ, રાયગઢ અને કોંકણના અનેક વિસ્તારોમાં તેજ મુસળધાર વરસાદ થઈ શકે છે. પ્રશાસન તરફથી આ ચાર દિવસમાં માછીમારોને દરીયો ન ખેડવાની સલાહ આપી છે.
- Advertisement -
હવામાન વિભાગની માનીએ તો આજે સવારે 11 વાગ્યાને 50 મિનિટે ઉપર સમુદ્રમાં 4.22 મીટર સુધી હાઈ ટાઈડ આવનારી છે. આ દરમિયાન જો ભારે વરસાદ ચાલું રહેશે તો અનલોકના કામકાજી દિવસમાં મુંબઈવાસીઓ માટે મુશ્કેલીઓમાં વધારો થશે.
સમુદ્રમાં તેજી વહેણ અને ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યા આવી શકે છે. જે રીતે વરસાદ થઈ રહી છે. એનાથી લાગી રહ્યું છે કે વરસાદ થોડા કલાકોમાં રોકાઈ જશે. જો વરસાદ ન રોકાઈ તો શહેર અને ઉપનગરોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.