વિશ્ર્વની ટોપ 500 કંપનીમાં પરાગ અગ્રવાલ સૌથી યુવા CEO
ખાસ-ખબર સંવાદદાતા
ટ્વિટરના સહ-સ્થાપક જેક ડોર્સીએ કંપનીના CEO પદેથી રાજીનામું આપી દીધું છે. પ્રથમ અમેરિકાનું મીડિયા નેટવર્ક CNBCના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડોર્સી પદ છોડવા માટે તૈયાર છે. આ સમાચાર આવ્યા પછી પરાગ અગ્રવાલ કંપનીના નવા ઈઊઘ હશે. 37 વર્ષીય પરાગે ખુદ એને સન્માન ગણાવ્યું છે. તેઓ હજુ પણ કંપનીમાં ચીફ ટેક્નોલોજી ઓફિસરના હોદ્દા પર હતા. તેઓ 10 વર્ષ પહેલાં કંપનીમાં જોડાયા હતા.પરાગ હવે વિશ્ર્વની ટોપ 500 કંપનીના સૌથી યુવા CEO બની ગયા છે. ટ્વિટરે તેમની જન્મ તારીખ જાહેર કરી નથી, પરંતુ તેમણે જણાવ્યું છે કે તેમનો જન્મ 1984માં થયો છે. પરાગ અગ્રવાલને કંપની તરફથી એક મિલિયન ડોલર (7,50,54,500 રૂપિયા)નું વાર્ષિક પેકેજ મળશે.
માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરના સહ-સ્થાપક જેક ડોર્સીએ કંપનીના CEO પદ છોડવાનો નિર્ણય લીધો છે. તેમની જગ્યાએ હવે ભારતીય મૂળના પરાગ અગ્રવાલ જવાબદારી સંભાળશે. પરાગ અગ્રવાલને ટ્વિટરના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડોર્સીએ પરાગ અગ્રવાલની CEO તરીકેની નિમણૂક બદલ પ્રશંસા કરી હતી. ડોર્સીએ પરાગની પ્રશંસા કરાતાં કહ્યું હતું કે ટ્વિટરના નવા CEO તરીકે તેમને પરાગ પર ભારે વિશ્વાસ છે. છેલ્લાં 10 વર્ષમાં તેમનું કામ શાનદાર રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓ પરાગનાં વ્યક્તિત્વ અને કાર્યક્ષમતાથી ખૂબ જ પ્રભાવી છે. હવે તેમના માટે નેતૃત્વ કરવાનો સમય આવી ગયો છે. અગ્રવાલ 2011માં ટ્વિટર સાથે જોડાયા હતા. વર્ષ 2017માં તેમને કંપનીના સીટીઓ બનાવવામાં આવ્યા હતા. ટ્વિટર જોઇન કરતાં પહેલાં પરાગે માઇક્રોસોફ્ટ અને યાહૂમાં પણ સેવા આપી હતી.