પ્રભાસ પાટણ સોમનાથમાં ગૌશાળા ડિમોલિશન હટાવવા બાબતે વહીવટી તંત્રની સ્થિતિ ‘સાપે છછુંદર ગળ્યા જેવી’ બની
કોળી સમાજ અને ગુજરાતના પૂર્વ ધારાસભ્યો કોંગ્રેસના આગેવાનો ગૌશાળા બાબતે લડી લેવાના મૂડમાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.18
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા પ્રભાસ પાટણ માં આવેલ ગૌશાળા માંથી કેટલીક ગાયોને અન્યત્ર મહાજન પાંજરાપોળ માં શિફ્ટ કરાય હોય. અને આ ગૌશાળા નું ડિમોલેશન કરવાનું હોય તે બાબતે ગઈકાલે ગૌશાળા સંચાલકોને સૂચનાઓ અપાય હતી. ત્યારબાદ મામલો બગડતા આજે બીજા દિવસે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો પુંજાભાઈ વંશ બાબુભાઈ વાજા તેમજ હાલના ધારાસભ્ય સોમનાથના વિમલ ચુડાસમા સહિત અનેક કાર્યકરો આજે આંદોલનની છાવણીમાં પહોંચ્યા હતા. અને તેઓએ જણાવ્યું હતું કે 1981 માં મોરારજીભાઈ દેસાઈ સોમનાથ ટ્રસ્ટમાં હતા ત્યારે આ જગ્યા કોળી સમાજને આપવાનો ઠરાવ કરાયેલ હતો. જો સત્વરે ન્યાય નહીં મળે તો આજે અમે જુનાગઢ અને ગીર સોમનાથના આગેવાનો જ એકત્ર થયા છે. પરંતુ હવે રાજ્યભરના કોળી સમાજના આગેવાનોને બોલાવી અને પ્રભાસ પાટણમાં સંમેલન કરીશું અને ન્યાય માટે લડત કરીશું.
ગૌશાળા બાબતે આંદોલનનો આજે બીજો દિવસ હતો ત્યારે સોમનાથ હાઇવે નજીક આવેલ ગૌશાળામાં આજે કોળી સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો પહોંચ્યા હતા અને ભારે માત્રામાં ભાઈઓ અને બહેનો પણ જોડાયા હતા અને રામધૂન શરૂ કરી અને ન્યાય મેળવવા માટે સૌ તંત્રને અનુરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર પણ ચિંતિત બને તે સ્વાભાવિક છે.કારણ કે એક તરફ ગૌશાળાનો વીવાદ વકરી રહ્યો છે અને બીજી તરફ આગામી તા.21, 22 અને 23 ત્રણ દિવસની રાજ્ય સરકારની ચિંતન શિબિર પણ પ્રભાસ પાટણ સોમનાથ માં થવા જઈ રહી છે. ત્યારે તંત્ર એક તરફ તૈયારીમાં વ્યસ્ત છે. ત્યારે બીજા તરફ ગૌશાળા બાબતે વિવાદ પણ વધી રહ્યો છે. હવે આ મામલે આગળ શું થશે તે જોવું રહ્યું…??