મોટાભાગના ડેમોમાં અડધોથી 6.5 ફુટ જેટલા નવા પાણી આવ્યા: ભાદરમાં સવા બે, આજીમાં પોણો અને ન્યારીમાં બે ફુટ જેટલું નવું પાણી ઠલવાયું
જામનગર જિલ્લાના 8 ડેમોમાં પણ 1થી 4 ફુટ નવું પાણી આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
- Advertisement -
સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદના પગલે જળાશયોમાં નવા નીરની આવક યથાવત રહેવા પામી છે. ખાસ કરીને રાજકોટના 8 સહિત સૌરાષ્ટ્રના 20 ડેમોમાં અડધોથી 6.5 સુધીના નવા નીરની આવક થવા પામી છે.આ અંગેની રાજકોટ સિંચાઈ વિભાગના ફલેડ સેલમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ જિલ્લાના 8 ડેમોમાં નવા નીર આવ્યા છે. જેમાં ભાદરમાં સવા બે ફુટ, મોજમાં અડધો, ફોફળમાં દોઢ ફૂટ, આજી-1માં પોણો ફુટ, ડોંડીમાં ત્રણ ફુટ, ન્યારી-1માં પોણો ફુટ, ન્યારી-2માં પોણા બે ફુટ તથા છાપરવાડી-2માં દોઢ ફુટ અને કરમાળમાં 6.5 ફુટ તથા કર્ણુકીમાં 4.57 ફુટ નવા નીરની આવક થવા પામી છે.
જયારે મોરબી જીલ્લાના મચ્છુ-2 હેમમાં 0.30 ફુટ નવું પાણી આવેલ હતું. આ ઉપરાંત જામનગર જીલ્લાના 21 પૈકી 8 ડેમોમાં નવા નીર આવ્યા છે. જેમાં સસોઈમાં 1.21 ફુટ, પનામા એક ફુટ, સપડામાં બે ફુટ, ફુલઝર-2માં 4, ઉંડ-3માં સવા ફુટ, રંગમતીમાં 4 ફુટ, ઉંડ-1માં સાડા ચાર ફુટ, વાડીસંગમાં 1.38, રૂપારેલમાં 1.77 ફુટ નવા પાણીની આવક થઈ છે. જયારે દ્વારકાના શેઢા ભાડથરીમાં 3, સીંધણીમાં દોઢ ફુટ, અને વેરાળી-2માં સવા ફુટ પાણીની આવક થઈ છે.