પ્રથમ નંબરે અમેરીકન સિંગર ટેલર સ્વિફટ

ભારતના પૂર્વ બેટસમેન સચિન તેંડુલકર પણ આ યાદીમાં 35માં સ્થાને
ખાસ-ખબર સંવાદદાતા
કંન્ઝયુમર ઈન્ટેલિજન્સ કંપની બ્રાન્ડવોચના વાર્ષિક રિસર્સ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે ટિવટર પર 50માં સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં બીજા સ્થાને છે. આ યાદીમાં પ્રથમ નંબરે અમેરીકન સિંગર ટેલર સ્વિફટ છે.
ભારતના પૂર્વ બેટસમેન સચિન તેંડુલકર પણ આ યાદીમાં 35માં સ્થાને છે. જમણા હાથના બેટસમેન તેંડુલકરને 50 પ્રભાવશાળી લોકોની યાદીમાં અને અમેરીકન અભિનેતા ડવેનજેન્સન અને લિયોનાર્ડો ડિ કૈપરીયો તથા અમેરીકાના પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામાંથી ઉપર સ્થાન આપવાના આવ્યું છે. સંશોધનમાં તેંડુલકરને આ યાદીમાં સામેલ કરવા માટે તેના વંચિતો માટે પ્રશંસનીય કાર્ય, તેમના કામને તેમના પ્રેરિત ચાહકો અને તેમના પાર્ટનર બ્રાન્ડસના સંબંધિત પ્રભાવશાળી ઝુંબેશો દ્વારા તેમનો અવાજ ઉઠાવવા અને યોગ્ય ઝુંબેશ માટે માર્ગદર્શિત કરવા માટે ટાંકવામાં આવ્યાં છે.
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન તેડુંલકર, રાજયસભાના સભ્ય, એક દાયકા કરતા વધુ સમયથી યુનિસેફ સાથે સંકળાયેલા છે અને 2013માં દક્ષિણ એશિયાના દૂત તરીકે નિયુકત થયા હતાં. તેંડુલકરે ગ્રામીણ અને શહેરી ભારતમાં આરોગ્ય, શિક્ષણ અને રમતગમતના ક્ષેત્રોમાં ઘણી પહેલોને સમર્થન આપ્યું છે.
- Advertisement -



