તામિલનાડુના સાલેમમાં ૨૨ દુકાનો પરથી મળશે મોદી ઈડલી: ભાજપની અનોખી પહેલ

વિશ્વભરમાં ભારત અનેકવિધ શિખરો સર કરી રહ્યું છે ત્યારે રાજકિય રીતે પણ ભાજપ પક્ષ દેશને મજબુતી આપવા અનેકવિધપ્રકારની યોજનાઓને અમલી બનાવે છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી દેશની સર્વે ભૌમકતાના રક્ષણ માટે અનેકવિધ પગલાઓ ભરી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે જેમાં તામિલનાડુના સાલેમમાં માત્ર ૧૦ રૂપિયામાં ૪ ઈડલી અને સંભાર આપવામાં આવશે. આ અંગેની માહિતી તામિલનાડુના ભાજપ પક્ષના વરિષ્ઠ કાર્યકરે આપી હતી. તામિલનાડુના મુખ્યત્વે તમામ મુખ્ય સ્થળો પર મોદી ઈડલીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે જે ભાજપની અનોખી પહેલ તરીકે પણ પ્રસ્થાપિત થયું છે.