દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપા સ૨કા૨ને સફળતાપૂર્વક અને સિધ્ધીભર્યા સાત વર્ષ પુર્ણ થવાના અવસરે ભાજપ ઘ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય કાર્યો થકી આ પ્રસંગની યાદગાર ઉજવણી કરવામાં આવેલ હતી, ત્યારે આ સેવાકાર્યો અંતગર્ત વોર્ડ નં.૧૦ માં ભીક્ષુક ગૃહ, કાલાવડ રોડ ખાતે ભીક્ષુકોને ભોજન કરાવેલ હતું.આ તકે શહેર ભાજપ ઉપપ્રમુખ પરેશ હુંબલ, વોર્ડના પ્રભારી દીનેશ કારીયા, વોર્ડપ્રમુખ રજની ગોલ, વોર્ડ મહામંત્રી હરેશ કાનાણી, કોર્પોરેટર નીરૂભા વાઘેલા, સંગીતાબેન છાયા, અશ્વીન ભોરણીયા, નીતાબેન વઘાશીયા, નીરજ પટેલ, ભરતસિહ જાડેજા, હેમાંગ માંકડીયા, વ્યોમ વ્યાસ, સંજય વાઘર, કાનાભાઈ ચૌહાણ, નીતુબેન નારા સહીતના ઉપસ્થિત રહયા હતા.


