રાજકોટ મનપાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા શહેરની હોસ્પિટલોમાં આગ લાગે ત્યારે શું પગલાં ભરવા તે અંગે વિવિધ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજી હોસ્પિટલના સ્ટાફ અને કર્મચારી ગણને માહિતગાર કર્યા હતા. રાજકોટ મનપાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખાના ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેર અને ડે. ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબાના માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ હોસ્પિટલ જેવી કે રેટીના હોસ્પિટલ, પરમ હોસ્પિટલ, જી. ટી. શેઠ હોસ્પિટલ, સેલસ હોસ્પિટલ, ગોકુલ હોસ્પિટલ, માહીન્યુ બોર્ન કેર હોસ્પિટલ, નક્ષકિરણ હોસ્પિટલ, સારથી હોસ્પિટલ સહિતમાં ફાયર સેફ્ટી અંગે તબીબો તથા નર્સિંગ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર એ. કે. દવે, એફ. આઈ. લુવાની, આર. એ. જોબણ, એમ. કે. જુણેજા, એ. બી. ઝાલા, આર. એ. વિગોરા, એચ. પી. ગઢવી, ઈન્ચાર્જ સ્ટેશન ઓફિસર આર. પી. જોષી તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઈએ તેમજ આગ બુઝાવવા માટેના સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુલરનો ઉપયોગ કેવી રીતે કરવો અને દર્દીઓને કઈ રીતે બચાવવા તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.
મનપાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઈ
Follow US
Find US on Social Medias