દીવ ફાયર વિભાગ દ્વારા નાગવા ખાતે મોકડ્રિલનુ આયોજન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
દીવ ફાયર વિભાગ દ્વારા નાગવા ખાતે આવેલા પ્રવેગ રિસોર્ટમાં ઇમરજન્સીમા પહોંચી વળવા મોકડ્રિલ કાર્યક્રમ યોજાયો. આ મોકડ્રિલ મા રિસોર્ટ ના તમામ સ્ટાફ મેમ્બરો ને ખાસ કરી ને કિચન ના સ્ટાફ ને સૌપ્રથમ આગ કેટલા ત્રણ પ્રકારે લાગે છે અને એમને ત્રણ પ્રકારે કાબુમાં લઈ શકાય છે તે બાબતની જાણકારી આપી હતી અને ખાસ કરીને ઈમરજન્સી ની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે ફાયર વિભાગ નો 02875 252764 નં પર સંપર્ક કરી જાણ કરવી.
- Advertisement -
અચાનક આગ લાગે ત્યારે શુ તકેદારી રાખી શકાય.આગ ને કઈ રીતે કાબુ મા લઈ શકાય. વગેરે જેવી મહત્વ ની બાબતો ની જાણ કરવામા આવી હતી. નાગવા પ્રવેગ રિસોર્ટ ખાતે યોજાયેલ આ મોકડ્રિલ ફાયર ઓફિસર પંકજ માહ્યાવંશી, સુપ્રીટેન્ડન્ટ ઓફિસર ડી. બી. આહીર, ડિઝાસ્ટર મેંજમેન્ટ ઓફિસર માધવ હાથી ની દેખરેખ હેઠળ યોજવામાં આવી હતી. રિસોર્ટમાં ક્યારેય ઇમર્જન્સી સર્જાય ખાસ કરીને કિચનમા આગ લાગવાની સંભાવનાઓ વધારે રહેતી હોય છે. તો આવા ઈમરજન્સીના સમયે આગની સામે કેવી રીતે બચાવ કરવો. આગ ને કઈ રીતે કાબુ મા લઈ શકાય. આગ ના પ્રકારો, કઈ પ્રકારે આગળ આવી છે તેને કઈ રીતે બુઝાવી શકાય વગેરેની તમામ માહિતી ફાયરમેન લલિત મકવાણા એ આપી હતી. સાથે ફાયર સ્ટાફ સંતોષ મરાઠે,લીડીંગ ફાયરમેન રાજેશ બામણીયા એ પણ સાથ આપ્યો હતો.



