રાષ્ટ્રવાદી વિચારધારા અને વિકાસની રાજનીતિની જીત થઇ: ધારાસભ્ય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સર્વત્ર કેસરિયો છવાયો છે અને જૂનાગઢ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે ત્યારે ભાજપની ભવ્ય જીતને આવકારી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલને અભિનંદન પાઠવતા ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી તથા સ્વરાજ્યના એકમોની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓ સંપન્ન થઈ છે, જેમાં સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની અને નગરપાલિકાની ચૂંટણીમાં મતદાતાઓએ રાષ્ટ્રવાદી વિચારધારા અને વિકાસની રાજનીતિને વરેલી ભારતીય જનતા પાર્ટીને જબ્બર સમર્થન આપીને ખોબલે-ખોબલે મત આપ્યા છે અને સર્વત્ર કમળ ખીલ્યું છે અને કેસરિયો લહેરાયો છે. મતદાતાઓએ વિકાસની રાજનીતિને વરેલી ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ સમર્થન આપ્યું છે. શ્રી રામમંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની નાબુદી, લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ, દેશ વિશ્ર્વનું પાંચમું અર્થતંત્ર બન્યો, નાગરિકતા સંશોધન કાયદો, નવા સંસદ ભવનનું નિર્માણ, જી-20ની અધ્યક્ષતા, યુવાનો માટે નવા સ્ટાર્ટઅપ અને શિક્ષણ વ્યવસ્થા, કૃષિ, મહિલાઓ, વિદ્યાર્થીઓ, આરોગ્ય વગેરે માટે નવતર યોજનાઓ, અંતરિક્ષ ક્ષેત્રે ભારતનો ધ્વજ લહેરાયો, આંતરિક અને બાહ્ય સુરક્ષા મજબૂત બની, સર્જિકલ સ્ટ્રાઈકથી દુશ્મનોને માત, સાથે જ શ્રેષ્ઠ કૂટનીતિ દ્વારા અનેક રાષ્ટ્ર સાથે મૈત્રી, વેપાર અને આર્થિક સંબંધો બન્યા, પાકિસ્તાનને એકલું-અટુલું પાડી આતંકવાદ વિરોધી વૈશ્ર્વિક અભિયાન થયા, છેવાડાના માનવીનો વિકાસ નિશ્ર્ચિત બન્યો, માળખાકિય સુવિધાઓ શ્રેષ્ઠ બની અને સાંસ્કૃતિક ગૌરવ વધ્યું.
- Advertisement -
આમ વિશ્ર્વના લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી તથા રાજ્યની ડબલ એન્જિન સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિકાસ યાત્રાને આગળ ધપાવવા મતદારોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જનતાને કમળ તરફી મનાવી સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસ માટે ભાજપના ઉમેદવારોને ખોબલે-ખોબલે મત આપીને વિજેતા બનાવેલ છે. આમ ભાજપની ભવ્ય જીતને આવકારી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલને અભિનંદન પાઠવી તમામ મતદાતાઓનો જાહેર આભાર વ્યક્ત કરતાં ધારાસભ્ય ઉદય કાનગડે અંતમાં જણાવ્યું હતું.