પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં સ્વેટર અપાયા, ધારાસભ્યએ કહ્યું, ‘બાળક ભગવાનનું સ્વરૂપ છે હું કશું આપતો નથી એનું છે ને એમને આપું છું…’
ખાસ-ખબર સંવાદદાતા
જનસેવા એ જ પ્રભુ સેવાને ખરા અર્થમાં સાર્થક કરતા વિધાનસભા – 68 (રાજકોટ પૂર્વ) ના લોકલાડીલા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળ ના 12500 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ગરમ સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.
- Advertisement -
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, ભાજપના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીમ્બાસીયા અને મેયર પ્રદીપભાઈ ડવ, શહેર મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઇ પંડિત, વલ્લભભાઈ દુધાત્રા, અશ્વિનભાઈ મોલીયા, મુકેશભાઈ રાદડિયા તેમજ કોર્પોરેટરો, કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો, વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને મહાનુભવોના હસ્તે સ્વેટર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉદયભાઇ કાનગડે આ પ્રસંગે બાળકોને સંબોધતા કહ્યું, કે બાળક એક ભગવાન સ્વરૂપ છે હું કશું આપતો નથી એનું છે ને એમને આપું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી લોકોના ભરપૂર પ્રેમ અને સહકારથી ચૂંટાઈ આવેલા ધરાસભ્ય ઉદય કાનગડે આજથી એક મહિના પહેલા પણ પોતાના મત વિસ્તારમાં આવેલી શાળા નં. 32 આદિત્ય પ્રાથમિક શાળા ખાતે સદગુરૂ જીવદયા ટ્રસ્ટ આયોજિત કાર્યક્રમમાં 450થી વધારે વિદ્યાર્થીઓને સ્વેટર અર્પણ કર્યા હતા.