મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા કલેકટરને પત્ર લખી રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢ મધુર સોશિયલ ગૃપના પ્રમુખ સલીમ ગુજરાતી અને અમિષ ગોસાઇની માનસ અરજ છે કે, જૂનાગઢમાં 750 કરોડના ખર્ચે બનાવેલી સિવિલ હોસ્પિટલ સાથે કાર્યરત કરવામાં આવેલી જીએમઇઆરએસ મેડિકલ કોલેજની ઉપલબ્ધિ સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાને ચાર ચાંદ લગાવી દેશે તેવી આશા સંપૂર્ણ પણે પોકળ પુરવાર થઇ હોય તેમ મેડિકલ કોલેજ સંકલિત સિછિલ હોસ્પિટલમાં અપુરતા સ્ટાફની સમસ્યાતો કયારેય દૂર થઇ નથી અને રેડિયોલોજી જેવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હોય તેવી સુવિધા પણ સિવિલમાં રહી નથી.
- Advertisement -
સિવિલમાં દરરોજની 1500થી 2000ની ઓપીડી હોય છે, જેમાં લેબર અને સર્જરી તકલીફ વાળા અને જરૂરી દર્દીઓ માટે સોનોગ્રાફી કરવાની થાય ત્યારે ફરજિયાત પણે દાખલ કરીને પછી જ સોનોગ્રાફી કરવાનો રિવાજ હોવાથી સોનોગ્રાફી માટે દદર્દીઓને દાખલ કરવામાં આવે છે. જમાંથી કેટલાક દર્દીઓને સમય અને સવલનો અભાવ હોવાથી ફરજીયાત પણે ખાનગી રીતે સોનોગ્રાફી અથવા એકસરે કરવા પડે છે અને જરૂરીયાતમંદ દર્દીઓને દાખલ થવાની ફરજ પડે છે જેનાથી હોસ્પટલનું ઓપીડીનું ભારણ બિનજરૂરી રીતે વધી જાય છે.