આ મીનીએચર ફૂડએ પ્રાકૃતિક વાનગીના મૂળ સ્વરૂપ કરતા ખૂબ નાના સ્તરે બનાવવામાં આવે છે
સોશિયલ મીડિયામાં યુ-ટ્યૂબ દરેક માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. જેમાં લોકો માટે મનોરંજન, અભ્યાસ, કલા, સાહિત્ય સહિતની સામગ્રી પૂરી પાડવામાં આવે છે. તેમજ પોતાના કૌશલ્યને લોકો સુધી પહોંચાડવા લોકો પોતાની યૂ-ટ્યૂબ ચેનલ બનાવી સારી એવી કમાણી પણ કરે છે. બાળકો મનોરંજન માટે યૂ-ટ્યૂબનો વધુ ઉપયોગ કરતા હોય છે. ત્યારે કેટલાક સમયથી યૂ-ટ્યૂબ પર મીનીએચર ફૂડનો ટ્રેંડ વધ્યો છે. આ મીનીએચર ફૂડએ પ્રાકૃતિક વાનગીના મૂળ સ્વરૂપ કરતા ખૂબ નાના સ્તરે બનાવવામાં આવે છે. જેમાં વાસ્તવિક કાર્યકારી નાનું રસોડું, રસોઈના વાસણો હોય છે. જેને તમે આંગળીના ટેળવે ઉપાડી શકો છે. આ કલાને લોકો અને ખાસ કરીને બાળકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. જેમાં બાળકોને પાક કલા તરફ રૂચી વધારવા માટે કેટલીક એવી ચેનલો છે જેને મીનીએચર ફૂડ બનાવી બાળકોનું ધ્યાન આકર્ષણ કર્યું છે.
- Advertisement -
મીનીએચર ફૂડ બે પ્રકારમાં બનાવવામાં આવે છે ખાદ્ય અને અખાદ્ય. અખાદ્ય મીનીએચર ફૂડને ક્લે (માટી) અને રેઝીન જેવી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. જે ખાદ્ય મીનીએચર ખોરાક કરતા વધુ સામાન્ય છે તેમજ ઘરેણાં, રમકડા, હસ્તકલા જેવા વિવિધ હેતુઓ માટે કામ કરે છે. આ કલાને લોકો ઘરમાં અથવા કાર્યસ્થળોને સજાવવા તેમજ ભેટમાં આપવા માટે ખરીદે છે. તેમજ ખાદ્ય મીનીએચરમાં વાનગીઓને મૂળ ખાદ્ય પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. ખાદ્ય મીનીએચરમાં ઘટકો મર્યાદીત માત્રામાં હોય છે. ઈ.સ. 1917માં જાપાનની યુચીમાં મીનીએચર ફૂડ રેસ્ટોરન્ટની બારીઓમાં ભોજનના પૂર્વાવલોકન પ્રદર્શિત કરવા માટે રેગ્યુલર સાઈઝના ફૂડ મોડલ તરીકે દેખાયા હતા. ઈ.સ. 1932માં ઈવાસાકી રયુઝો દ્વારા ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતા વ્યવસાયોની સ્થાપના કરવામાં આવી હતી. સામાન્ય રીતે નાની અથવા નાજુક વસ્તુઓને જાપાનીઝમાં કવાઈ કહેવાય છે. મીનીએચર ખોરાક તાજેત્તરના દાયકાઓની જાપાનીઝ લઘુ-ચિત્રકલા ટેક્નીકો સાથે બનાવવામાં આવે છે. મીનીએચર ફૂડને નિર્માતા દ્વારા યુ-ટ્યૂબર્સ મીનીએચર સ્પેસ અને AAAJOKEN દ્વારા લોકપ્રિય કરવામાં આવ્યું હતું.
બાળકોમાં પાકકલા પ્રત્યે રૂચિ વધારવાના હેતુથી બનાવાઈ છે વીડિયો: સોનલબેન
આ મીનીએચર ફૂડનો ટ્રેન્ડ હાલ અનેક દેશ તેમજ રાજ્યમાં પણ જોવા મળે છે. જેમાં સોનલબેન શાહ દ્વારા યૂ-ટ્યૂબ પર TINY SHINY MENEATURE COOKING નામની ચેનલ પર કુકિંગ કલાના વીડિયોઝ અપલોડ કરે છે. 2 વર્ષ કરતા વધુ સમયથી મીનીએચર ફૂડના વીડિયો બનાવે છે. તેમને કેટલાક સમયથી આ મીનીએચર ફૂડ બનાવવા માટે ટોયના મિક્ચર, ગ્રાઈન્ડર, ઓવન, ફ્રીઝ વગેરે લઈને તેમાં ઓરીજનલ સર્કીટ એડ કરી જાતે બનાવ્યા છે. તેમના દ્વારા પોતાની ચેનલમાં 12થી વધુ વીડિયોઝ અપલોડ કરવામાં આવ્યા છે. સોનલબેનનો આ વીડિયોઝ બનાવવાનો મુખ્ય હેતુ બાળકોને કુકિંગ તરફ આકર્ષિત કરવાનો છે. તેમને કુકિંગ માટે રુચી વધે તે માટે ખાસ આ વીડિયોઝ બનાવવામાં આવે છે.