સ્થળ પર જ અખાદ્ય ચીજોનો જથ્થો નાશ કરતી ફૂડ વિભાગની ટીમ
મનપાની ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં ખાણી-પીણીના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે જ ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા મિક્સ દૂધ (લુઝ)નો નમૂનો રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં જય કિશાન ડેરી ફાર્મ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવનાર છે.
ફૂડ વિભાગ દ્વારા જય કિશાન ડેરી ફાર્મ, (નંદા હોલ સામે, કોઠારીયા મેઇન રોડ)ના પરસોતમભાઈ ધરમશીભાઈ લિંબાસીયા પાસેથી લેવામાં આવેલ ખાદ્ય ચીજ મિક્સ દૂધ (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં એસએનએફનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું તેમજ ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે તેમજ ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ધ ગ્રાન્ડ ઠક્કર રેસ્ટોરેન્ટ, (80 ફૂટ રોડ)ની તપાસ કરતાં બાફેલા, રાંધેલા વાસી સબ્જી, વાસી નુડલ્સ તથા વાસી ચટણી કુલ મળીને અંદાજીત 5 કિ.ગ્રા. જથ્થો અખાદ્ય જણાતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના મેઘાણી રંગ ભવન હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 28 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 11 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી તેમજ ખાદ્ય ચીજોના કુલ 11 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના મેઘાણી રંગ ભવન હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ નાગપુરવાલા સ્પ્રિંગ પોટેટો, ચાઇનીઝ તડકા, બાલાજી ફૂડ, એમ.ડી. સેન્ડવીચ, ચાઇનીઝ તડકા, રાજુભાઇ પાણીપુરી સેન્ટર, સિદ્ધનાથ વડાપાઉં, જામનગરના પ્રખ્યાત ઘૂઘરા, સેવન ફાસ્ટફૂડ, ભાવેશ ઉલ્ટા વડાપાઉં, ક્રિષ્ના બટેટા ભૂંગળા સહિતનાને લાઈસન્સ મેળવવા સૂચના આપવામાં આવી હતી અને ભગવતી ચાઇનીઝ, જલારામ પાણીપુરી, કમલેશ અલ્પાહાર, રાજા ચાઇનીઝ પંજાબી, સહારા પાઉંભાજી, ઉમા મદ્રાસ કાફે, રાજુભાઇ પાણીપુરી, બોમ્બે પીઝા, બોમ્બે વડાપાઉં, બાલાજી વડાપાઉં, બોમ્બે ચોપાટી આઇસ્ક્રીમ, મહાકાળી પાણીપૂરી સેન્ટર, પટેલ દાબેલી, જયદીપ વડાપાઉં, એ ન્યુ પીઝા બર્ગર, ભગવતી ચાઇનીઝ, જલારામ પાણીપુરીની ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સસ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ધારેશ્ર્વર ડેરી ફાર્મ, મહેશ વિજય ડેરી ફાર્મ, રાધેશ્યામ ડેરી ફાર્મ, બલરામ ડેરી ફાર્મ, અશોક ડેરી ફાર્મ, નવનીત ડેરી ફાર્મ, નીલકંઠ ડેરી ફાર્મ, કૈલાશ ડેરી ફાર્મ, યોગેશ્ર્વર ડેરી ફાર્મ, ન્યુ પટેલ વિજય ડેરી ફાર્મ, ભગવતી ડેરી ફાર્મ, શ્રી દ્રારકેશ ડેરી ફાર્મ, ગણેશ ડેરી ફાર્મ ફરસાણ, શ્રી મહાલક્ષ્મી ડેરી ફાર્મ, રાધેશ્યામ ડેરી ફાર્મ (સંત કબીરરોડ)ને ત્યાં મીક્સ દૂધ (લુઝ)ના નમૂના લેવામાં આવ્યા હતા.