રાજકોટ મનપા દ્વારા ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી: કુલ 122 ટીમો સતત ફિલ્ડમાં વર્ક કરી રહી છે
એસ્ટેટ શાખા અને દબાણ હટાવ શાખા દ્વારા ભયજનક 3779 બોર્ડ બેનરો ઉતારી લેવામાં આવ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરો સામે સાવચેતીરૂપે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે જેમાં જુદી જુદી શાખાઓ અલગ-અલગ જવાબદારીઓ નિભાવી રહી છે. જાન-માલને નુકશાન થતું અટકાવવા માટે ઉચાઇ પર રહેલા હોર્ડિંગ ઉતરાવવા, મકાનની છત પર રહેલા પતરા ઉતરાવવા, વોર્ડ વાઈઝ ભયગ્રસ્ત બાંધકામોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા, સ્થળાંતરિત થનાર લોકો માટે આશ્રય અને ફૂડ પેકેટ્સની વ્યવસ્થા, વોર્ડ વાઈઝ ટેકનીકલ સ્ટાફની ક્વિક રિસ્પોન્સ ટીમને તૈનાત કરવા તેમજ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે જવા અંગેની જરૂરી માહિતી આપવા માટે માઈક દ્વારા એનાઉન્સમેન્ટ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી / કર્મચારીઓની કુલ 122 ટીમોની રચના કરી ફીલ્ડ વર્ક માટે તૈનાત કરી દેવામાં આવી છે. સાવચેતીના પગલાંરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારમાંથી કુલ 1064 અસરગ્રસ્તોનું મહાનગરપાલિકાની સિટી બસ મારફત નજીકની શાળાઓમાં સ્થળાંતર કરવામાં આવેલ છે તેમજ આ લોકો માટે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકલન કરી ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે.
જેમાં, રામકૃષ્ણ આશ્રમ યાજ્ઞિક રોડ, રાજકોટ, વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ હેડ ઓફીસ સહજાનંદ વાત્સલ્ય કલાસીસ, ત્રિશુલ ચોક સહકાર મેઈન રોડ રાજકોટ, સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ, રાજકોટ, શ્રી અસ્તિત્વ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ, સ્વામી નારાયણ ગુરુકુળ, ઢેબર રોડ, રાજકોટ, લાઈફ રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ, લોહાણા યુવક પ્રગતિ મંડળ, સાંગણવા ચક, લોહાણા મહાજનવાડી શેરી, રાજકોટ, ખોડલધામ, શ્રી સરદાર પટેલ ભવન 4 થો માળ માયાણી નગર ચંદ્રેશનગર પાણીના ટાંકા પાસે રાજકોટ, પુનિત સમાજ સેવા ટ્રસ્ટ, ગૌશાળા રામનાથપરા મુક્તિધામ પાસે, રાજકોટ સાથે સંકલન કરવામાં આવ્યું હતું. એસ્ટેટ શાખા અને દબાણ હટાવ શાખા દ્વારા હાલ 3779 બોર્ડ / બેનરો ઉતારી લેવામાં આવ્યા છે અને 143 જેટલા હોર્ડિંગ જે-તે એજન્સી મારફત ઉતરાવી લેવામાં આવ્યા છે અને હાલ પણ આ કામગીરી ગતિવંત છે.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરની 483 ક્ધસ્ટ્રકશન સાઈટ ખાતે બે દિવસ બાંધકામ કામગીરી બંધ રાખવા સુચના આપવામાં આવી છે તેમજ બાંધકામ કામગીરી કરતા શ્રમિકોને જરૂરિયાત જણાય તો સલામત સ્થળે લઈ જવા અને ભોજનની વ્યવસ્થા કરી આપવા પણ સુચના આપેલ છે. બાંધકામ સાઈટ ખાતેના બોર્ડ બેનરો તેમજ બાંધકામના માચડા ઉતારી લેવા જણાવવામાં આવ્યું છે.
રસ્તા પરથી ધરાશાયી વૃક્ષો દૂર કરાયા
ગાર્ડન શાખા દ્વારા ભયગ્રસ્ત કુલ 74 વૃક્ષોનું ટ્રીમીંગ કરવામાં આવેલ છે તેમજ ભારે પવનને કારણે 21 વૃક્ષો ધરાશાયી થયા હતા રસ્તા પરથી તેને દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
સ્થળાંતર કરાયેલા લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ
વાવાઝોડા અને ભારે વરસાદની સ્થિતિ દરમ્યાન જે લોકોનું સ્થળાંતર કરવામાં આવતા આ લોકો માટે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે વિવિધ ગૠઘ (સ્વૈચ્છિક સેવાકીય સંસ્થાઓ) સાથે સંકલન કરવામાં આવેલ છે ઉપરાંત ફૂડ શાખા સાથે રહીને મધ્યાહન ભોજન યોજનાના આધુનિક કિચન મારફત પણ ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે.
કલેકટર પ્રભવ જોષીએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ પડધરી ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સંભવિત બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય કેન્દ્રના અધિકારીઓને આવશ્યક સૂચનો આપ્યા હતા.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ આરોગ્ય કેન્દ્રો ખાતે એક્સ-રે રૂમ, જનરેટર રૂમ, લેબોરેટરી રૂમ, એન.બી.એસ.યુ. રૂમની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. કલેકટરશ્રીએ બ્લડ સ્ટોરેજ રૂમમાં લોહી તેમજ ફાર્મસી રૂમમાં દવાનો સ્ટોક પૂરતા પ્રમાણમાં રાખવા તાકીદ કરી હતી. તેમજ જરૂર પડે તો સેવાભાવીઓની મદદ લઈ વધારે એકસ રે મશીન ઉપલબ્ધ કરવા જણાવ્યું હતું.
વધુમાં, કલેકટરશ્રીએ આરોગ્ય કેન્દ્રના મહેકમ, બાંધકામ, એમ્બ્યુલન્સની વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપ્યું હતું. અને આરોગ્ય કેન્દ્રના સાધનોની તપાસણી કરી રેકોર્ડ અને રજીસ્ટર નિયમિતપણે નિભાવવા સૂચના આપી હતી. તેમજ કલેકટરશ્રીએ આરોગ્ય કેન્દ્રમાં આવેલા દર્દીઓ સાથે તેમના સ્વાસ્થ્ય અંગે વાતચીત કરી સારવાર લઈ સ્વસ્થ થવા શુભેચ્છા આપી હતી.