ઉમેદવારો તેમજ શહેર ભાજપના વિવિધ શ્રેણીના કાર્યર્ક્તાઓ કાલે બીજા તબકકાની ચૂંટણી અંતર્ગત ગુજરાત રવાના થશે
ખાસ-ખબર સંવાદદાતા
શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓનો ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જંગી લીડથી વિજયી બનાવવા માટે પરીશ્રમની પરાકાષ્ઠા સર્જવા બદલ આભાર વ્યક્ત કરતા કમલેશ મિરાણી, ઉદય કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષ્ાતામાં શહેર ભાજપ સંગઠન, પદાધિકારીઓ, કોર્પોરેટરોની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં માર્ગદર્શન આપતા કમલેશ મિરાણીએ જણાવેલ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબકકાનું 89 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયેલ છે. શહેર ભાજપ ની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓનો ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જંગી લીડથી વિજયી બનાવવા માટે પરીશ્રમની પરાકાષ્ઠા સર્જવા બદલ આભાર વ્યક્ત કરતા જણાવેલ કે તારીખ પ ડીસેમ્બરના રોજ ગુજરાત ખાતે વિધાનસભા ચૂંટણીનું બીજા તબકકાનું મતદાન યોજાનાર છે ત્યારે રાજકોટ મહાનગરમાંથી આવતીકાલે સવારથી જ વિવિધ શ્રેણીના કાર્યર્ક્તાઓ ગુજરાતના વિવિધ મહાનગરો-જીલ્લા ખાતે પાર્ટીના ચૂંટણી પ્રચાર-પ્રસાર માટે રવાના થશે. જેમાં વિધાનસભા-68ના ઉમેદવાર ઉદય કાનગડ તથા ચૂંટણી ઈન્ચાર્જ કીશોર રાઠોડ, વિધાનસભા-69ના ઉમેદવાર ડો. દર્શીતાબેન શાહ તથા ચૂંટણી ઈન્ચાર્જ નરેન્દ્ર્રસિહ ઠાકુર, વિધાનસભા-70ના ઉમેદવાર રમેશભાઈ ટીલાળા તથા ચૂંટણી ઈન્ચાર્જ જીતુભાઈ કોઠારી કાલે વહેલી સવારથી જ બીજા તબકકાના મતદાન અંતર્ગત ગુજરાત
રવાના થશે.