વીમા નિયામક ઈરડાનો રિપોર્ટ
બમણા લોકોએ હેલ્થ વીમો ઉતરાવ્યો, કંપનીઓનો નફો ત્રણ ગણો વધ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં પર્સનલ હેલ્થ વીમા ક્લેમમાં માત્ર 1 વર્ષમાં 60 ટકાનો વધારો થયો છે. સૌથી વધારે વધારો બિહાર અને યુપીમાં થયો છે. વીમા નિયામક ઈરડાના રિપોર્ટ અનુસાર 2021માં કુલ 95.33 લાખ લોકોને સારવાર માટે વીમા કવર મળ્યું હતું. 2022માં આ આંકડો 1.48 લાખ કરોડ થયો. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે તેનું એક કારણ પોસ્ટ કોવિડ બીમારીઓ હોઈ શકે છે.
દેશમાં 2015માં 1.08 કરોડ હેલ્થ પોલિસી દ્વારા 28.55 કરોડ લોકોનો વીમો થયો. કંપનીઓને 19,873 કરોડ રૂપિયાનું પ્રીમિયમ મળ્યું હતું. 18,222 કરોડ રૂપિયા ક્લેમ પેટે ચૂકવાયા. 1,651 કરોડ રૂપિયા કંપનીઓનું માર્જિન રહ્યું. જ્યારે 2021-22માં 52 કરોડ લોકોએ વીમો ઉતરાવ્યો હતો. એટલે કે વીમાધારકો બમણા થયા છે.