રાજકોટ, કોરોના વેક્સિનેશનની કામગીરી ખુબ જ ઝડપે આગળ વધે તે માટે વિવિધ ક્ષેત્રે કોરોના પ્રતિરોધક મુકવા માટે રસીકરણ કેમ્પના આયોજન કરવામાં આવે છે. રાજકોટની વિવિધ ઈન્ડસ્ટીઝ ઝોન ખાતે કારીગર અને શ્રમિકોને વહેલી તકે નજીકના સ્થળે વેક્સીન મળી રહે તે માટે ગત્ત રોજ રાજકોટના શાપરવેરાવળ ઈન્ડસ્ટ્રીયલ ઝોન ખાતે આવેલી તિર્થ એગ્રો ખાતે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં ૧૮ વર્ષથી ઉપરના ૨૫૦ થી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા આરોગ્ય્ અધિકારીશ્રી મિતેશ ભંડેરીએ રસીકરણ કેમ્પની કામગીરી પ્રત્યક્ષ નિહાળીને અભીનંદન પાઠ્વ્યા હતા.



