એક જ પરિવારના 7 લોકોએ એકસાથે જીવન ટૂંકાવ્યું
સિદ્ધેશ્ર્વર એપાર્ટમેન્ટમાં પિતાએ ઘરના સભ્યોને દવા પીવડાવી ગળાફાંસો ખાધો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પાલનપુર પાટિયા પાસે નૂતન રો-હાઉસની સામે એક ચકચારી ઘટના સામે આવી છે. સિદ્ધેશ્ર્વર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના સાત લોકોના સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ અંગે તપાસ કરી રહી છે, જોકે પિતાએ પરિવારના સભ્યોને દવા પીવડાવી પોતે ગળાફાંસો ખાધો હોવાની શંકાઓ સેવાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, આ પરિવારના સાત સદસ્યોમાં પતિ-પત્ની, માતા-પિતા, બે બાળક અને એક બાળકીનો સમાવેશ થાય છે. આ ઘટના અંગે હાલ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સૌપ્રથમ મૃતકોના મૃતદેહોને હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સાથે આસપાસના લોકો તથા પરિવારજનોની પૂછપરછ પણ હાથ ધરી છે. જોકે હાલ આર્થિક સંકડામણને કારણે પરિવારે આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.