ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના જે.બી.કુરેશી નાઇટ પેટ્રોલીગમાં હતા ત્યારે રાત્રીના સમયે દિવ્ય ભાવેશભાઇ રામાણી (ઉ.વ.12) વાળાને સ્કુલ બેગ તથા નાની સાઇકલ લઇ નિકળતા તેને રોકાવી પુછપરછ કરતા બાળકે જવાબ આપતા કહ્યુ મને કંઇ યાદ નથી. માતા-પિતાનું નામ પણ યાદ નથી. તેવુ કટણ બાળક કરતો હતો. ત્યારે મરીન પોલીસે વધુ પુછપરછ કરતા તેની બેગમાંથી મોબાઇલ ફોન તેમજ રોકડ રૂા.4500 મળી આવેલ અને મોબાઇલ ફોનમાંથી તેમના પરિવારના સભ્યોનો સંપર્ક કરી તેના માતા-પિતાને બોલાવી બાળકને સોંપવામાં આવ્યો હતો. જયારે તેના પિતા ભાવેશભાઇ રામાણીએ પોલીસને જણાવ્યુ હતુ કે, મારો દિકરો કોઇને કહ્યા વગર ઘરેથી નિકળી ગયો હતો. ત્યારે પોલીસે બાળકને તેના પરિવાર સાથે મિલન કરાવતા પરિવારે આભાર વ્યકત કર્યો હતો.
ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલાં બાળકને પરિવાર સાથે મિલન કરાવતી મરિન પોલીસ
