18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુનું વેચાણ પ્રતિબંધીત હોય તે બાબતનું 12 પેઢીને બોર્ડ લગાવવાં સૂચના
પાન, ખાણી-પીણીના 23 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, અડદિયાના નમૂના લીધા
- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
શિયાળાની ઋતુમાં લોકો ખજૂર -અડદિયા સહિતની વસ્તુઓ આરોગતા હોય છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ખાદ્યચીજોના નમૂના લીધા હતા. ચેકિંગ દરમિયાન શ્રી બાલાજી ગૃહ ઉદ્યોગ, શાસ્ત્રી નગર-06 કોર્નર, હેમંતનગર, શીતલ પાર્ક ચોક પાસે, રાજકોટ ખાતે કુલ આશરે 240 કિલોગ્રામ ખજૂર બગડેલો, વાસી, અખાધ જણાતા નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે મોરબી હાઈવે પર આવેલી બૂટ ભવાની ડેરી ફાર્મમાંથી લૂઝ અડદિયાના નમૂના લીધા હતા. સિવાય ફૂડ વિભાગ દ્વારા સાધુવાસવાણી મેઇન રોડ વિસ્તારમાં આવેલી ખાણી-પીણી તથા પાન ઠંડા-પીણાંનું વેચાણ કરતાં 23 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરી હતી. જેમાં તમાકુનું વેચાણ કરતાં ધંધાર્થિઓને ચકાસણી દરમિયાન સ્થળ પર 18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુનું વેચાણ પ્રતિબંધીત હોય તે બાબતનું બોર્ડ લાગવવાં સૂચના આપવામાં આવેલ તથા 12 પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.



