હોટલ, બાંધકામ સાઇટ સહિત 23 સ્થળોએ મચ્છર ઉત્પતિ કરનારને નોટીસ તથા રૂા. 1,14,200/-નો દંડ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પલેકસ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણાશે, જેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
આ કામગીરી અંતર્ગત હોટલ, બાંધકામ સહિતની પ્રિમાઇસીસોમાં મચ્છર ઉત્5તિ સબબ ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી પ્રિમાઇસીસમાં મચ્છરના પોરા મળી આવતા અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી બેદરકારી જોવા મળતા નોટીસ આ5વાની અને વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી હતી તથા મચ્છરોની ઉત્પતી કરનારને રૂા. 1,14,200નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ઘરોમાં મચ્છરના પોરા થતા અટકાવવા આટલું જરૂર કરીએ…
-છત પર કે તેની આસપાસ પડેલા ભંગાર, ટાયર, ડબ્બા-ડુબલી વગેરેનો તાકીદે નિકાલ કરીએ.
-અગાસી કે છજજામાં ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ.
-સિમેન્ટની ટાંકી, બેરલ, કેરબાને હવાચુસ્ત ઢાંકીને રાખીએ તથા દર અઠવાડીયે ઘસીને સાફ કરવું.
-હવાચુસ્ત ઢાંકી ન શકાય તેવા ટાંકા – ટાંકીમાં અઠવાડીયે નિયમીત કેરોસીન નાખવું.
-ગાયની કુંડી તથા પક્ષીકુંજ ભરવાનું ટાળવું અથવા નિયમિત રાત્રે ખાલી કરીને ઊંધું વાળી દેવા, સવારે ફરીથી નવું પાણી ભરવું.
-ફ્રીજ પાછળની ટ્રે સપ્તાહમાં બે વખત સાફ કરીએ.
-ટાંકા, ટાંકી, માટલા વગેરે અઠવાડિયામાં બે વખત ઘસીને સાફ કરી, સૂકવીને ફરીથી ઉપયોગમાં લઇએ.
-નળ ગયા બાદ પાણી ભરવાની કુંડીને સુકા ક5ડાથી સાફ કરવી.
-પાણીમાં મચ્છરના લારવા દેખાય તો તુરંત નાશ કરવો.