ચોમાસામાં તળાવ આસપાસ સોસાયટીને પડતી મુશ્કેલી દૂર થશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.02
- Advertisement -
જૂનાગઢ શહેરના વોર્ડ -9માં આવેલ તળાવ સફાઈની મનપા દ્વારા કામીગીરી શરુ કરવામાં આવી જયારે આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ શરુ થશે ત્યારે દાતાર પર્વત પરથી પાણીનો પ્રવાહ આવે છે.જેના લીધે વોર્ડ 9માં આવેલ વાણંદ સોસાયટીમાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ત્યારે ત્યાંના સ્થાનિક લોકોને ચોમાસા દરમિયાન પાણી ભરવાનો સામનો ન કરવો પડે તેના માટે મહાનગર પાલિકા દ્વારા તળાવની કામગીરી શરુ કરી દેવામાં આવી
જેમાં જેસીબી મશીન તથા લોડર અને ટ્રેકટર દ્વારા તળાવ માંથી રોજ 50 ટન કચરો કઢાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે હાલ તળાવમાં ભરાયેલ કાપ દૂર કરાશે જેનાથી તળાવ ઊંડું તો ઉતારશે અને જળ સંગ્રહ શક્તિ પણ વધશે તેમ મનપા દ્વારા એક યાદીમાં જણાવાયું છે.