ખાદીગ્રામ ઉદ્યોગ ખાતે ખાદીના વસ્ત્રોની ખરીદી કરી જયંતિ ઉજવાઇ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાત્માં ગાંધીજીની આજે જન્મ જયંતી નિમિતે જૂનાગઢ મહાનગર પાલિકા મેયર ગીતાબેન પરમાર,ડે.મેયર ગીરીશભાઈ કોટેચા, ધારાસભ્ય સંજય કોરડીયા, હરેશ પરસાણા સહિતના ભાજપ આગેવાનો અને કોર્પોરેટર સહીતના મહાનુભાવોએ ગાંધી ચોકમાં આવેલ ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરીને સુતરની આંટી પેહરાવી ગાંધીજી તુમ અમર રહો સાથે ઉજવણી કરી હાશ ત્યાર બાદ આઝાદ ચોક ખાતે આવેલ ખાદીગ્રામ ઉદ્યોગ ખાતે દીપ પ્રાગટ્ય બાદ આગેવાનો દ્વારા ખાદી વસ્ત્રો ની ખરીદી કરવામાં આવી હતી અને ગાંધીજીના આદર્શ સાથે અનેક આગેવાનો દ્વારા આજરોજ ખાદી સહીત અન્ય ચીજ વસ્તુની ખરીદી સાથે જન્મ જયંતિ ઉજવણી કરી હતી.