By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    9 hours ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    9 hours ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    9 hours ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 day ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    7 hours ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    7 hours ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    7 hours ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    7 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 day ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    8 hours ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    9 hours ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 day ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 day ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 day ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મણીશંકર કીકાણી અને સૌરાષ્ટ્ર દર્પણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > મણીશંકર કીકાણી અને સૌરાષ્ટ્ર દર્પણ
AuthorBhavy Raval

મણીશંકર કીકાણી અને સૌરાષ્ટ્ર દર્પણ

Khaskhabar Editor
Last updated: 2022/04/23 at 6:04 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

સૌરાષ્ટ્રમાં પત્રકારત્ત્વનો પાયો નાખનાર : મણીશંકર કીકાણી

1822થી 1864 સુધી સૌરાષ્ટ્રમાં ગુજરાત અને મુંબઈના પત્રો વાંચવાનું ચલણ હતું, સૌરાષ્ટ્ર પાસે પોતાનું કહી શકાય તેવું કોઈ પત્ર હતું નહીં

Contents
સૌરાષ્ટ્રમાં પત્રકારત્ત્વનો પાયો નાખનાર : મણીશંકર કીકાણી– ભવ્ય રાવલ

– ભવ્ય રાવલ

1865માં જૂનાગઢમાંથી શરૂ થયેલું સૌરાષ્ટ્ર દર્પણ સૌરાષ્ટ્રનું પ્રથમ પત્ર હતું અને તેના સ્થાપક – તંત્રી હતા, મણીશંકર કીકાણી. મણીશંકર જટાશંકર કીકાણી સૌરાષ્ટ્રના આદ્ય પત્રકાર કહેવાય છે અને તેમના પત્ર સૌરાષ્ટ્ર દર્પણની ગણના સૌરાષ્ટ્રના સૌપ્રથમ પત્ર તરીકે થાય છે. સૌરાષ્ટ્રમાંથી જે અનેક સમાજસુધારકો થઈ ગયા તે સમાજસુધારકોમાંથી પત્રકારત્વના માધ્યમ વડે સમાજસુધારાની કામગીરી કરનારાઓમાં મણીશંકર કીકાણીનો સમાવેશ થાય છે. 1822થી 1864 સુધી સૌરાષ્ટ્રમાં ગુજરાત અને મુંબઈના પત્રો વાંચવાનું ચલણ હતું, સૌરાષ્ટ્ર પાસે પોતાનું કહી શકાય તેવું કોઈ પત્ર હતું નહીં. જે સમયે સૌરાષ્ટ્રમાં પત્રો સૌરાષ્ટ્ર બહારથી આવતા તે સમયે મણીશંકર કીકાણીએ સૌરાષ્ટ્રની ભૂમિ જૂનાગઢમાંથી પહેલું પત્ર બહાર પાડવાનું નક્કી કર્યું જેને નામ આપ્યું – સૌરાષ્ટ્ર દર્પણ.

- Advertisement -

મણીશંકર કીકાણીએ 1854માં જૂનાગઢમાં સુપંથપ્રવર્તક મંડળી સ્થાપી હતી. 1864માં જ્ઞાનગ્રાહકસભા – બુદ્ધિવર્ધકસભા સ્થાપી હતી. વિવિધ મંડળીઓ સ્થાપીને સામાજિક અને સાંસ્કૃતિક ચેતના લાવવામાં અગ્રેસર મણીશંકર કીકાણીએ જ્ઞાનગ્રાહકસભાના ઉપક્રમે જ સૌરાષ્ટ્ર દર્પણ બહાર પાડવાનું શરૂ કર્યું હતું. તેઓ પોતાના ઘરે ભણેલા લોકોને ભેગા કરી કચેરી ચલાવતા હતા. આ કચેરીમાં કોઈ એક મુદ્દા કે વિષય પર ચર્ચાઓ થતી હતી. જે ઓરડામાં સભા ભરાતી એનું નામ કચેરી પડી ગયું. ધીમેધીમે ઓરડાની જગ્યા ટૂંકી પડવા લાગી એટલે ઘરની બહાર ફળિયામાં, મંદિરોના પ્રટાંગણમાં અને પછી તો બીજા શહેરોના મેદાનોમાં પણ મણીશંકર કીકાણીની કચેરીઓ ભરાવવા લાગી હતી. કચેરીઓ ભરીભરી અને પત્રોમાં લખીલખી તેમણે આર્ય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરેલો અને અંધશ્રદ્ધા-કુરિવાજ વિરુદ્ધ બંડ પોકારેલો હતો. આ પ્રકારે મણીશંકર કીકાણી સુધારાવાદી પત્રકાર તરીકે અને તેમનું સૌરાષ્ટ્ર દર્પણ સુધારાવાદી પત્ર તરીકે જાણીતા બની ગયા હતા.

નર્મદના પત્ર ડાંડિયોથી પ્રેરાઈને સૌરાષ્ટ્રમાં સમાજસુધારાના વિચારો ફેલાવવા મણીશંકર કીકાણીએ જૂનાગઢમાંથી 1865માં સૌરાષ્ટ્ર દર્પણ શરૂ કરેલું હતું. સૌરાષ્ટ્ર દર્પણ આશરે પચ્ચીસેક વર્ષ ચાલેલું, આ અઢી દાયકાની સફરમાં તે કેટલીક વખત બંધ પડ્યું હોય અને ફરી શરૂ થયું હોય તેવું પણ બન્યું છે. 1873-74માં સૌરાષ્ટ્ર દર્પણ એક વર્ષ બંધ રહ્યું હતું અને પછી નવાબની મદદથી ફરી શરૂ થયું હતું. 1879માં પણ તે બંધ પડેલું અને ફરી શરૂ થયેલું હતું. સૌરાષ્ટ્ર દર્પણ નવાબની મદદથી ચાલતું હોવા છતાં તેને ચલાવવામાં આર્થિક મુશ્કેલીઓ પડતી હતી. જૂનાગઢના નવાબો અને મણીશંકર કીકાણીને સારા સંબંધો હતા જેનો ફાયદો સૌરાષ્ટ્ર દર્પણને મળતો રહ્યો હતો. સાહિત્ય અને સુધારાની ચળવળ ચલાવનારા મણીશંકર કીકાણીને સૌરાષ્ટ્ર દર્પણ ચલવવા માટે જૂનાગઢના નવાબ આર્થિક સહાય કરતા રહેતા હતા.

મણીશંકર કીકાણીનું સૌરાષ્ટ્ર દર્પણ માસિક હતું, તે સોળ પાનાંમાં પ્રકાશિત થતું હતું. તેમાં સમાચાર, સુવાક્યો, દોહા, વાર્તા, કથા, નાટક, કવિતા, લેખો, પ્રવાસ વર્ણન વગેરે આવતા હતા. સૌરાષ્ટ્ર દર્પણના મુખપૃષ્ઠ ઉપર માસ્ટરહેડ નીચે ગણેશનું ચિત્ર અને એની નીચે સંસ્કૃત શ્લોક મૂકાતો, ત્યાર પછી મોટા શબ્દોમાં ’સૌરાષ્ટ્ર સરકારની મદદથી’ છપાતું. (સૌરાષ્ટ્ર સરકાર એટલે તે સમયના જૂનાગઢના નવાબ) પ્રગટ કરનાર તરીકે સૌરાષ્ટ્ર દર્પણ કમિટીનું નામ આવતું, તંત્રી કે સંપાદક તરીકે કોઈનું નામ સ્પષ્ટ જોવા મળતું નહતું. ઘણી જગ્યાએ એવો ઉલ્લેખ છે કે, સૌરાષ્ટ્ર દર્પણના શરૂઆતથી જ તંત્રી શ્રી વલ્લભજી હરદત્ત આચાર્ય હતા પરંતુ આ ઉલ્લેખ સાથે કોઈ નક્કર પુરાવા નથી એટલે સૌરાષ્ટ્ર દર્પણના શરૂઆતના તંત્રી તેના સ્થાપક મણીશંકર કીકાણી જ કહેવાય છે. 1884માં મણીશંકર કીકાણીનું અવસાન થાય છે. એ સમયગાળા આસપાસના સૌરાષ્ટ્ર દર્પણની વાત કરીએ તો 1882ના સૌરાષ્ટ્ર દર્પણના અંકોમાં સામયિક દ્વારા કરવામાં આવેલી જાહેરાતોમાં શ્રી વલ્લભજી હરિદત્તનાં નામનો ઉલ્લેખ છે તેથી મણીશંકર કીકાણી બાદ શ્રી વલ્લભ હરિદત્તને સૌરાષ્ટ્ર દર્પણના તંત્રી માની શકાય.

- Advertisement -

18મી સદીના અંત અને 19મી સદીના શરૂઆતના સૌરાષ્ટ્ર પ્રદેશની તત્કાલીન સ્થિતિ, સમસ્યાઓ, સવાલો સૌરાષ્ટ્ર દર્પણના અંકોમાં ઉજાગર થયેલા જોઈ શકાય છે. તેમાં મહિલા સંલગ્ન સુધારવાદી સાહિત્ય-સમાચાર વધુ છપાતા હતા. આ માસિકની ભાષા મારફાડવાળી નહતી. બહું જ શાલીન શબ્દોમાં કોઈપણ વાત-બાબત રજૂ થતી હતી. સૌરાષ્ટ્ર દર્પણમાં છપાતા વિવિધ વિષયોના લખાણમાં લેખક કે પત્રકારનું નામ મોટેભાગે આવતું નહતું. અમુક લેખમાં અંતે લેખક કે પત્રકારના નામ અને અટકનો પ્રથમ અક્ષર છપાતો હતો. દા.ત. મ.કી., વ.હ., ઝ.હ., મો.દો. વગેરે. આ કારણોસર મણીશંકર કીકાણી સાથે અન્ય ક્યાં પત્રકારો કે લેખકો જોડાયેલા હતા તે કહી શકાતું નથી. આ પત્રની નકલ, રકમ સહિતની વિશેષ માહિતી પણ ક્યાંય ઉપલબ્ધ હોય તેવું જાણમાં નથી, આમ છતાં એટલું ચોક્કસથી કહી શકાય કે, એ સમયમાં સૌરાષ્ટ્રનું એકમાત્ર પત્ર સૌરાષ્ટ્ર દર્પણ લોકપ્રિય હશે અને તેની નકલ પણ વધુ હશે. સૌરાષ્ટ્ર દર્પણ જૂનાગઢના સરકારી પ્રેસ ઉપરાંત નીતિપ્રકાશ પ્રેસમાં છપાતું હતું.

1865માં સૌરાષ્ટ્ર દર્પણની સ્થાપનાનાં ત્રણ વર્ષ બાદ, 1868માં અસ્સલ સૌરાષ્ટ્ર દર્પણ જેવા જ પત્ર વિજ્ઞાન વિલાસની સ્થાપના કરવામાં આવી હતી. વિજ્ઞાન વિલાસનો પ્રથમ અંક એપ્રિલ, 1868માં રાજકોટથી વિદ્યાગુણ પ્રકાશક સભાએ પ્રગટ કર્યો હતો. જૂનાગઢમાંથી સૌરાષ્ટ્ર દર્પણ શરૂ કર્યા બાદ રાજકોટમાંથી વિજ્ઞાન વિલાસ પત્ર શરૂ કરવામાં પણ મણીશંકર કીકાણીનો સિંહફાળો રહ્યો હતો. શેઠ સાદીરામ પાસેથી દાનની રકમ મેળવીને હરગોવિંદ કાટાવાળાના સહકારથી મણીશંકર કીકાણીએ વિજ્ઞાન વિલાસ પત્ર શરૂ કરાવ્યું હતું. જેમાં તેમણે કેળવણી, સમાજ સુધારણા, સંસ્કાર સુધારો, ઈતિહાસ, સ્ત્રી સશક્તિકરણ વગેરે વિષય પર લેખ લખેલા હતા. જૂનાગઢના સૌરાષ્ટ્ર દર્પણ પત્રની જેમ રાજકોટના વિજ્ઞાન વિલાસ પત્રમાં મણીશંકર કીકાણીએ તન, મન, ધનથી પોતાનું પ્રદાન આપ્યું હતું અને સૌરાષ્ટ્ર દર્પણની જેમ જ વિજ્ઞાન વિલાસને ચલાવવામાં ઘણી મહેનત કરી હતી. મણીશંકર કીકાણી સૌરાષ્ટ્ર દર્પણ, વિજ્ઞાન વિલાસ ઉપરાંત બુદ્ધિપ્રકાશ, તત્વપ્રકાશ નામના પત્રોમાં પણ લખતા હતા.

મણીશંકર કીકાણી સાહિત્ય, ભાષા, ઈતિહાસ, પુરાણ, વેદ વગેરે વિષયોના જાણકાર હતા. તેઓ તંત્રી, પત્રકાર, વક્તા ઉપરાંત કવિ પણ હતા. ગુજરાતી સિવાય સંસ્કૃત અને ફારસી ભાષા પર તેમનું સારું એવું પ્રભુત્વ હતું જે તેમના લખાણોમાં જોઈ શકાય છે. મણીશંકર કીકાણી સમાજસુધારકો નવલરામ, હરગોવિંદ કાંટાવાળા, નર્મદના સતત સંપર્કમાં રહ્યા હતા અને એમના સમકાલીનો મેક્સમુલર તથા મહર્ષિ દયાનંદ સાથે સંપર્ક ધરાવતા હતા. દલપતરામે મણીશંકર કીકાણીની બુદ્ધિપ્રતિભાથી આકર્ષિત થઈ એમને શંકરાચાર્ય સાથે સરખાવ્યા હતા, આગળ જતા મણીશંકર કીકાણી સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક જાગૃતિના પ્રવર્તક અને સોરઠના પહેલા સમાજ સુધારક તરીકે ઓળખાવવા લાગ્યા હતા તો તેમનું પત્ર સૌરાષ્ટ્ર દર્પણ સૌરાષ્ટ્રની સામાજિક અને સાંસ્કૃતિક સ્થિતિનું દર્પણ તરીકે ખ્યાતિપ્રાપ્ત થઈ ચૂક્યું હતું. કોણ માનશે? મણીશંકર કીકાણીએ જૂનાગઢમાં મહિલાઓ માટે ખાસ અખાડો ખોલ્યો હતો. જર્મનીના બર્લિનમાં આવેલા મેક્સમુલરગૃહમાં મણીશંકર કીકાણીનું તૈલીચિત્ર મૂકાયું છે.

વધારો : સૌરાષ્ટ્રના પ્રથમ પત્ર વિશે કેટલાંક વાદ-વિવાદો છે. 1864માં રાજકોટથી કાઠિયાવાડ ટાઈમ્સ નામનું સાપ્તાહિક પ્રસિદ્ધ થતું હોવાની તેમજ 1868માં રાજકોટથી કાઠિયાવાડ સમાચાર પ્રસિદ્ધ થતું હોવાની ક્યાંક-ક્યાંક નોંધ જોવા મળે છે. 1864માં રાજકોટ કે જૂનાગઢમાંથી વરતમાન નામનું પત્ર નીકળતું હોવાની ક્યાંક નોંધ જોવા મળે છે. 1868માં સૌરાષ્ટ્રનું પ્રથમ વર્તમાનપત્ર ભાવનગરમાંથી મિરઝા મુરાદઅલીએ મનોરંજક રત્નમાળ નીકાળેલું એવી ક્યાંક નોંધ જોવા મળે છે, જે એક માસિક હતું. 1868માં રાજકોટથી વિજ્ઞાન વિલાસ પત્ર પણ શરૂ થયેલું હતું. ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસમાં આ તમામ પત્રો અલ્પજીવી હોય, તેમના અંગે કોઈ પ્રમાણભૂત હકીકત ઉપલબ્ધ નથી તેથી મણીશંકર કીકાણી દ્વારા 1865માં શરૂ થયેલા પત્ર સૌરાષ્ટ્ર દર્પણને સૌરાષ્ટ્રનું સૌ પ્રથમ દીર્ધજીવી અને સુવ્યવસ્થિત પત્ર ગણી શકાય.

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાર્કિન્સન રોગની હજુ આજે પણ કેમ કોઈ સચોટ સારવાર ઉપલબ્ધ નથી!
Next Article ધોરણ 10 અને 12ની ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી 80 ટકા પૂર્ણ, સમયસર આવી શકે છે બોર્ડનું પરિણામ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?