માણાવદરમાં થયેલી પેશકદમી દૂર કરવા મુખ્યમંત્રી ને રજૂઆતો

ગુજરાત સરકારે પ્રજાહિત માટે છેલ્લા ચાર વર્ષમાં 16 જેટલા જુદા જુદા અધિનિયમો લાવી છે અને તેના અમલીકરણ માટે સંબંધિત અધિકારીઓને હુકમો કર્યા છે. એ સરાહનીય બાબત છે પણ સરકારના હુકમો માને તો સાહેબો કેમ કહેવાય?

આ અંગે માણાવદર સહકારીક્ષેત્રના આગેવાન અને પાટીદાર સમાજના હિતેચ્છુ એવા શ્રી દેવજીભાઇ ઝાટકિયા એ ગુજરાત સરકારે જે પ્રાસ્તાવિક લેન્ડ ગ્રેબીંગ પ્રોહીબીશન ધારો લાગું કર્યો તેની સરાહના કરી છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખી અભિનંદન પાઠવતાં જણાવ્યું છે કે આ યોજના અંતર્ગત આગામી બજેટમાં મોટી રકમની જોગવાઇ કરવી પડશે કારણ કે આ યોજના ના અમલ પછી બહું મોટી સંખ્યામાં જેલો બાંધવાની જરૂર પડશે. કારણ કે અત્યાર સુધી જે કોઇ એ પણ જયાં ખાલી જગ્યાઓ જોઈ છે ત્યાં બાંધકામો કરી લીધા છે. તેની સામે સરકારી બાબુઓએ આંખ આડા કાન જ કર્યા છે. કોઈ પગલાં લીધા નથી કે જમીનનું રેકર્ડ ઇન્ટરનેટ ના માધ્યમથી જોવા પણ પ્રયાસો કર્યા નથી તે દુ:ખદ બાબત છે.

ઝાટકિયા એ વધુમાં જણાવેલ કે માણાવદરમાં ઠેર ઠેર હજારોની સંખ્યામાં ગેરકાયદેસર બાંધકામો થયા છે. આ પ્રશ્ર્ન બાબતે અનેક વખત કલેક્ટરો તથા નગરપાલિકા ને રજૂઆતો કરવા છતા કોઇ પગલાં લેવાયા જ નથી જવાહરભાઈ ચાવડા એ પણ સરકાર ને આ અંગે ફરિયાદો અગાઉ તે જયારે કોંગ્રેસ માં હતા ત્યારે કરી હતી તો આપ ગાંધીનગર થી કોઇ અધિકાર ને માણાવદર મોકલી તપાસ કરાવો તો હું તમામ માહિતી આપીશ એમ દેવજીભાઇ ઝાટકિયા એ મુખ્યમંત્રી ને જણાવ્યું છે

(જીજ્ઞેશ પટેલ – માણાવદર)