-55 મામલતદારની બદલી અને 161 નાયબ મામલતદારોને મામલતદારની બઢતી કરવામાં આવી છે.
ગુજરાતમાં હાલ બઢતી અને બદલીઓની મોસમ ખીલી રહી હોય તેમ એક પછી એક વિભાગમાં બદલી, બઢતી અને ભરતીની જાહેરાતો થવા લાગી છે. જેમાંથી હવે રેવન્યુ વિભાગ પણ બાકાત નથી અને આ વિભાગમા પણ મોટાપાયે બદલી થઈ છે. આજે મોડી રાતે ઉચ્ચ કક્ષાએથી બદલી-બઢતીના આદેશ છુટ્યા છે.
- Advertisement -
જેમાં 55 મામલતદારની બદલી અને 161 નાયબ મામલતદારોને મામલતદારની બઢતી કરવામાં આવી છે. આમ સાંગમટે બદલીને લઈને હાલ આ ફેરફાર ચર્ચામા આવ્યો છે.
- Advertisement -
સરકારના સબંધિત વિભાગ દ્વારા મોડી રાત્રે નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું. જેમાં વર્ગ-2 ના 55 મામલતદારોની બદલી કરી નાખવામાં આવી છે.
જ્યારે 161 નાયબ મામલતદાર (વર્ગ-3) ના અધિકારીઓને મામલતદાર (વર્ગ-2) ની બઢતી આપતા આ અધિકારીઓના ઘરે લાપસીના આંધણ મુકાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.