ભારતમાં દેશી ઓટોમોબાઈલ કંપની Mahindra and Mahindra ઈલેક્ટ્રીક વેહીકલ્સ સેગમેન્ટમાં ઘણું નવું કરવાની તૈયારીમાં છે અને કંપનીએ જાહેરાત કરી છે કે તે આવનારા 5-6 વર્ષોમાં Mahindraની ઓછામાં ઓછી 8 ઈલેક્ટ્રીક કારો લોન્ચ કરવાની છે. તેની સાથે જ કંપની 5 SUV અને 3 અલગ અલગ સેગમેન્ટની કારો લોન્ચ કરવાની યોજના પર પણ કામ કરી રહી છે. કંપનીની આ જાહેરાતથી ખબર પડે છે કે આવનારા વર્ષોમાં Mahindra ઈલેક્ટ્રીક કાર સેગમેન્ટની સાથે SUV અને અન્ય સેગમેન્ટમાં એકથી એક ચઢિયાતી કારો લોન્ચ કરવાની છે.
હાલમાં કંપની પોતાની નવી SUV Mahindra XUV700 દ્વારા ભારતીય માર્કેટમાં પોતાનો જલવો દેખાડી રહી છે. તેની સાથે જ આવનારા મહિનાઓમાં Mahindra સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર Mahindra KUV100 EV લોન્ચ કરવાની છે. તેના પછી કંપની પોતાની સૌથી દમદાર SUV Mahindra XUV300નું ઈલેક્ટ્રીક વેરિયન્ટ પણ લોન્ચ કરવાની છે. સંભાવના છે કે ટૂંક સમયમાં જ Mahindra XUV700ને પણ ઈલેક્ટ્રીક અવતારમાં લોન્ચ કરવામાં આવશે.
- Advertisement -

Mahindra and Mahindraના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર રાજે જેજુરીકરે હાલમાં જ મીડિયાને કહ્યું છે કે કંપની વર્ષ 2027 સુધીમાં 8 ઈલેક્ટ્રીક SUV સાથે જ 8 લાઈટ કોમર્શિયલ વેહીકલ પણ લોન્ચ કરશે. કંપની આવનારા વર્ષોમાં પોતાની કારોમાંથી 20 ટકા ઈલેક્ટ્રીક કારના રૂપમાં ભારતીય માર્કેટમાં લોન્ચ કરશે અને તેના માટે EV સેગમેન્ટમાં 3000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી છે.
કંપનીએ એક તરફથી રોકાણકારોને પણ મેસેજ આપી દીધો છે કે તે ઈચ્છે તો EV સેગમેન્ટમાં કંપનીનો હિસ્સો બની શકે છે. માનવામાં આવી રહ્યું છે કે Mahindraની અપકમિંગ ઈલેક્ટ્રીક કારોમાંથી કેટલીક કંપનીની જાણીતી SUVનું ઈલેક્ટ્રીક વર્ઝન હોઈ શકે છે.
- Advertisement -

કંપનીએ તેની પહેલી ઈલેક્ટ્રીક કાર KUV100 EVને ઓટો એક્સપો 2020માં પ્રદર્શિત કરી હતી. તેના પછી લોકો આ માઈક્રો SUVવીનો બેસબરીથી રાહ જોઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક SUV હશે. EV KUV100 સિવાય કંપની XUV300 EV પણ લોન્ચ કરી શકે છે. Mahindraની EV સેગમેન્ટમાં Tata Motors સાથે કડી સ્પર્ધામાં ઉતરી શકે છે. KUV અને Tata Punch EV વચ્ચે કડી સ્પર્ધા જોવા મળશે.



