‘હેમુ ગઢવી’ હોલમાં રંગ કસુંબલ ડાયરામાં ‘મેઘાણી વંદના’ યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની પ્રતિષ્ઠિત સંસ્થા જૈન વિઝન દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની યાદમાં રંગ કસુંબલ ડાયરો શિર્ષક હેઠળ સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા પાર્શ્ર્વ ગાયક દિપક જોષી, પહાડી કંઠના માલિક એવા જાણીતા કલાકાર હીમાંશુ ચૌહાણ, કોકીલકંઠી રાગીણી પંચાલ તથા લોકસાહિત્યની સરવાણી જેમના મુખે સાંભળવી ગમે તેવા જાણીતા કલાકાર સુખદેવ ગઢવીએ આ કાર્યક્રમમાં લોકસાહિત્યની સરવાણી વહાવી હતી. હેમુ ગઢવી હોલમા યોજાયેલા રંગ કસબુલ ડાયરાનું ઉદ્ઘાટન જૈન અગ્રણી જીતુભાઈ બેનાણીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે, ભાજપના પ્રમુખ માધવ દવે,, જૈન અગ્રણી સુનિલભાઈ શાહ, ભાજપના ઉપપ્રમુખ રાજદિપસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર કરણી સેનાના અગ્રણી તીર્થરાજ સિંહ ગોહિલ, જૈન અગ્રણી પ્રફુલભાઈ ધામી, દશા સોરઠીયા વણિક જ્ઞાતિ સમાજ મહાજન ના પ્રમુખ જયેશભાઈ ધ્રુવ, ફ્રીડમ યુવા ગ્રુપના ભાગ્યશભાઇ વોરા અને જૈન અગ્રણી અનીષભાઈ વાધર, દશા સોરઠીયા વણીક બોર્ડિંગના ટ્રસ્ટી અતુલભાઇ કોઠારી, જૈન અગ્રણી સુનિલભાઈ કોઠારી, શિરીષભાઈ બાટવીયા, કમલેશભાઈ મોદી, ભરતભાઈ દોશી, સુશીલભાઈ ગોડા ખાસ ઉપસ્થિત રહેલ હતા. અમદાવાદની પ્રતિષ્ઠિત ઇવેન્ટ કંપની તીહાઇ-ધ મ્યુઝિક પીપલના અભિલાષ ઘોડા અને કલાકારો દ્વારા રજૂ કરાયેલ સર્વ કલાકરોને ખાસ મોમેન્ટો અર્પણ કરાયો હતો.
શહેર ભાજપ પ્રમુખ ડો માધવ દવેનું આ તકે ગોપી કિશન સ્પર્ધાના સાથી મિત્રો દ્વારા મિલન કોઠારી, પરેશભાઈ ઠાકર અરુણ નિર્મળ સંજય ગોસ્વામી અને અનિલ મકવાણા દ્વારા ખાસ અભિવાદન કરાયેલ હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રૂશાલી સંગલા અને મનીષ પારેખ કરેલ હતું. સમગ્ર કાર્યક્રમ અબતક ચેનલ દ્વારા લાઈવ પ્રસારિત કરવામાં આવેલ હતો.
સુંદર મજાની ફોટોગ્રાફીનીવ્યવસ્થા કલાપી આર્ટના જતીન કોઠારી દ્વારા કરવામાં આવેલ હતી સુંદર મજાનો ગામથી સેટ ચેતન ટાંક દ્વારા કરવામાં આવેલ હતો. તેમજ સુંદર સાઉન્ડ વ્યવસ્થા ત્રિલોક સાઉન્ડ દ્વારા હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનવા ટિમ જૈન વિઝન અને મહિલા વિંગએ જહેમત ઉઠાવેલ હતી.



