-ઈડીની તપાસ વધુ વિસ્તરી: એનઆઈએ પણ ઝંપલાવે તેવી ધારણા
-બોલીવુડના અનેક સિતારાઓની મુશ્કેલી પણ વધી શકે છે
- Advertisement -
બોલીવુડના અનેક સિતારાઓ માટે મુસીબત બનનાર મહાદેવ સટ્ટાબાજી એપ ના માસ્ટર માઈન્ડ સૌરભ ચંદ્રાકરનું અંડર વર્લ્ડ કનેકશન પણ બહાર આવ્યું છે અને તે ડોન દાઉદ ઈબ્રાહીમના ભાઈ મુસ્તકીમ ઈબ્રાહીમની સાથે રહીને પાકિસ્તાનમાં એક સટ્ટાબાજીનો એપ શરુ કરવાની તૈયારીમાં હતા. સૌરભ ચંદ્રાકરની જાળમાં રણબીરકપુર સહિતના બોલીવુડના અનેક સિતારાઓ ફસાયા છે.
એક બાદ એકને હાલ એન્ફોર્સમેન્ટ વિભાગનું સમન્સ પાઠવવામાં આવી રહ્યું છે તે સમયે ઈડીએ કરેલી તપાસમાં જાહેર થયું છે કે ચંદ્રાકર એ દાઉદ ગેંગનો સંપર્ક કર્યો હતો અને પાકિસ્તાનમાં ક્રિકેટ સહિતની સટ્ટાબાજીમાં દાઉદને ભાગીદાર બનાવવાની ઓફર કરી હતી. દાઉદના ભાઈ ઈબ્રાહીમ કાસ્કર દ્વારા ‘ખેલો યોર’ નામનું એપ હાલ ચલાવવામાં આવે છે અને તેને આ એપને પ્રમોટ કરવા ચંદ્રાકરે સહાય કરી હતી અને પાકિસ્તાનમાં અનેક નવી ઓનલાઈન ગેમ પણ લોન્ચ કરવાની તૈયારીમાં હતો તે પુર્વે જ તેનો ભાંડો ફુટી જતા હવે દાઉદ સાથેનું કનેકશન પણ તપાસ હેઠળ છે.
કાસ્કર ખુબજ વૈભવી રીતે રહેતો હતો તે 20થી30 બાઉન્સર રાખતો અને તે જયાં જાય ત્યાં છ થી દશ બાઉન્સર તેની આસપાસ હોય તેની ચિંતા કરતો હતો જેના કારણે તે કોઈ મોટી હસ્તી હોય તેવો દેખાવ કરતો હતો. ઉપરાંત ચાર થી પાંચ લકઝરી કારનો કાફલો તેની સાથે જ દોડતો હતો અને તેના કારણે તે મોટો વીઆઈપી હોય તે પણ દર્શાતુ હતું.
- Advertisement -