-સીઆઈએ ડિરેકટરે પણ પેલેસ્ટાઈન હિંસા વધવાની ચિંતા દર્શાવી હતી
ઈઝરાયેલ પર હમાસના હુમલામાં ગુપ્તચર નિષ્ફળતા બહાર આવી છે અને હવે અમેરિકી ઈન્ટેલીજન્સ વિભાગે એવો ઘટ્ટસ્ફોટ કર્યો છે કે હુમલાના એક દિવસ પહેલા જ ઈઝરાયેલને આ અંગે ગુપ્તચર બાતમી આપવામાં આવી હતી અને તેમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ટકકર વધશે તેવી પણ ચેતવણી આપવામાં આવી હતી.
- Advertisement -
હમાસના હુમલા અંગે ઈઝરાયેલ ગુપ્તચર એજન્સીઓ અંધારામાં રહી ગઈ હોય તેવું બહાર આવ્યું છે અને હજારો હમાસ લડવૈયાઓ ઈઝરાયેલની અંદર ઘુસી ગયા તો પણ તેનો ખ્યાલ આવ્યો ન હતો હવે અમેરિકી સૂત્રોને ટાંકીને સીએનએન દ્વારા ઘટ્ટસ્ફોટ કરાયો છે કે તા.6 ઓકટોબરના રોજ અમેરિકી અધિકારીઓ હમાસની અસાધારણ હિલચાલ અંગે માહિતી આપી હતી અને ઈઝરાયેલને સાવધ રહેવા જણાવાયુ હતું.
જો કે અમેરિકાની આ ચેતવણી કોઈ ચોકકસ અંગે ન હતી પણ હમાસ મજબૂત થઈ રહ્યું છે તેવું જણાવતું હતું. જો કે આ પ્રક્રિયા તો હમાસે એક વર્ષથી ચાલુ કરી હતી અને હજારો રોકેટ હમાસ એ ગાઝા પટ્ટીમાં એકત્રીત કરી રાખ્યા હતા. આ ઉપરાંત પેરાગ્લાઈડીંગની પણ તાલીમ તેના લડવૈયાઓને આપી હતી અને ઈઝરાયેલની ગુપ્તચર બ્રાન્ચ કે જે ગાઝાપટ્ટીમાં કાર્યરત હતી તેને પણ છેલ્લે સુધી ખ્યાલ આવ્યો ન હતો અને તેને કારણે આ હુમલા માટે હમાસને સાનુકુળતા થઈ ગઈ હતી. જો કે ઈઝરાયેલે એ સ્વીકાર્યુ છે કે તેની એજન્સીઓ હુમલાને પારખવામાં નિષ્ફળ રહી હતી પરંતુ તેમાં અમેરિકી ચેતવણીનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.