– બંગાળી મીઠાઈ ખવડાવવી હોય તો કિલોના રૂા.470નો ચાર્જ લાગી જશે
– અડધી ચા ના રૂ.5 અને પુરી-ભાજી ફુડ પેકેટના રૂ.40, પોસ્ટરથી લઈ ઝેરોક્ષ, કટઆઉટથી લઈ હારતોરા તમામના ભાવ ફાઈનલ
- Advertisement -
મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને હવે નેતાઓએ શું ખાવું અને કેટલી રકમનું ખાવુ તે મેનુ પણ ચુંટણીપંચે તૈયાર કર્યુ છે અને 260 આઈટમોની યાદી જાહેર કરી છે અને તેના પર થતો ખર્ચની કિંમત ચુંટણી ખર્ચમાં ઉતેરાશે.
જો કે ચુંટણીપંચે જે ભાવ નકકી કર્યા છે તે ભાવમાં બજારમાં તે આઈટેમ મળી રહે કે કેમ તે પણ પ્રશ્ર્ન છે. ચુંટણી પ્રચાર દરમ્યાન કાર્યાલયમાં કાર્યકર્તાઓના ભોજન, ચા-પાણી, રેલી અને અન્ય સમયે પણ જે રીતે ટેકેદારોને લાવવા લઈ જવાનો જે ખર્ચ થાય છે તે ઉપરાંત ઝેરોક્ષ કરાવવાના કે પછી પ્રિન્ટીંગ સહિતના ભાવ ચુંટણીપંચે નકકી કર્યા છે.
જો કે રસપ્રદ રીતે ચુંટણીપંચે જો કાર્યાલયમાં કે નેતાઓના ખર્ચે સોનપાપડી ખવડાવવામાં આવે તો પ્રતિ કિલો 225નો ખર્ચ નેતાના ચુંટણીખર્ચમાં જોડાશે ઉપરાંત મિલ્ક કેકના રૂા.484, બદામ બરફીના રૂા.460, સાદી બરફીના પણ તે જ ભાવ, કાજુ કતરી રૂા.869, ગુલાબ જાંબુ રૂા.435 અને મલાઈ ટીકીયાના રૂા.490 પ્રતિ કિલો ભાવ મંડાશે.
- Advertisement -
સમોસા કચેરીના ભાવ એક નંગના 10 રૂા. તો અડધી ચા ના રૂા.5, પૌઆની ડીશના રૂા.12 આમ અલગ અલગ ફુડ પેકેટના ભાવ પણ નિશ્ચિત થયા છે અને સાઉન્ડ સીસ્ટમના ભાવ પણ નિશ્ચિત કરાયા છે અને જીલ્લા તંત્ર તે મુજબ ઉમેદવારનો ચુંટણીખર્ચ નિશ્ચિત કરી લેશે.