ગિરનાર ગુંજયો હર હર શંભુના નાદથી
ફરાળ પ્રસાદી સાથે ભાંગની પ્રસાદીની મોજ કરતા ભક્તો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શીવજીનું મહા પર્વ એટલે મહા શિવરાત્રી આ દીવસે મહાદેવની મહાપૂજા સાથે શીવ ભક્તિ અને સ્તુતિ સાથે વિશ્વ ભરમાં ભક્તિમય માહોલમાં ઉજવાય છે ત્યારે ગીરનાર પર્વતની છત્રછાયામાં બીરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મહા શિવરાત્રી મીની લઘુ કુંભ મેળો યોજાય છે અને લાખોની સંખ્યમાં શિવ ભક્તો મહાદેવના દર્શન કરવા પધારે છે.અને જીવનું શિવ સાથે મીલન એટલે મહા શિવરાત્રી પર્વ.
- Advertisement -
ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આદિ અનાદિ કાળથી મહા શિવરાત્રીનો મેળો યોજાય છે અને પ્રતિ વર્ષ 10 લાખથી વધુ શિવ ભક્તો મેળામાં જોડાય છે.આજે મહા શિવરાત્રીના દિવસે ભવનાથ મહાદેવને વેહલી સવારથી અલભ્ય શૃંગાર સાથે વિશેષ મહા આરતી અને મહામૃત્યુંજય જાપ સાથે સાધુ સંતો મહાપૂજા કરે છે.અને શીવજીને ભસ્મ, ફૂલો તેમજ ભાંગની પ્રસાદી અર્પણ કરવામાં આવે છે.અને આજના આ પર્વે શિવ ભક્તો ખુબ મોટી સંખ્યામાં મહાદેવના દર્શન કરીને ધન્ય બને છે. મહાશિવરાત્રી સાંજે ભોળાનાથની વિશેષ પૂજા બાદ રાત્રીના 9 વાગ્યા આસપાસ જુના અખાડા અને આહવાન અખાડા સાથે પંચ અગ્નિ અખાડા સહીત તમામ મંદિરોના ધર્મ સ્થાનો વરિષ્ઠ સંતો મહંતો અને નાગા સાધુઓ વિશેષ પૂજન અર્ચન કરીને રવેડી નીકળે છે.ઢોલ નગારા સાથે રવેડીમાં ભગવાન ગણેશજી તથા ગાયત્રી માતા અને ભગવાન દત્ત મહારાજની પાલખી સાથે રવેડી શરુ થાય છે જેમાં દેશ દુનિયા ભરના સાધુ સંતો અને નાગા સન્યાસી સાધુઓ અંગ કસરતના દાવ સાથે ભવનાથ તીર્થ ક્ષેત્રના મુખ્ય માર્ગો હર હર મહાદેવના નાદ સાથે રવેડી નીકળે તેને જોવા દેશભરના લાખો શિવ ભક્તો પધારે છે.અને મધ્યરાત્રી 12 વાગે ભવનાથ મંદિરે ત્રણેય પાલખીનું પૂજન મૃગીકુંડમાં થાય છે અને ત્યારે બાદ નાગા સાધુ શાહી સ્નાન કરેછે તેની સાથે અખાડા પરિષદના વરિષ્ઠ સંતો પણ સ્નાન વિધિમાં જોડાય છે અને ત્યાર બાદ ભવનાથ મહાદેવને મહાઆરતી કરવામાં આવે છે. જેનો લાભ લેવા હજારો લોકો ઉમટે છે.અને ત્યાર બાદ મેળાની પુર્ણાહુતી થાય છે.
આજે મહા શિવરાત્રીના મહાપર્વ નિમિતે ભાંગ-ભસ્મ અને ભભૂતનું અનેરું મહત્વ જોવા મળે છે.ભવનાથ ક્ષેત્રમાં આવેલ તમામ ધર્મ સ્થાનોમાં આજે ફરાળી વાનગી સાથે ભાંગનો પ્રસાદ આપવામાં આવે છે.શિવની પ્રિય વસ્તુ એટલે ભાંગ અને ભસ્મ ભાવિકો પ્રસાદી રૂપે લઈને ધન્યતા પ્રાપ્ત કરે છે.તેની સાથે નાગા સાધુના દર્શન કરે છે અને મીની કુંભ સમા મહા શિવરાત્રી મેળામાં શિવ ભક્તિ સાથે આજના દિવસે ભાવિકોનો ભારે ઘસારો જોવા મળે છે.
મૃગીકૂંડમાં નાગા સાધુના શાહી સ્નાન સાથે મેળો પૂર્ણ થશે
ભવનાથ મંદિરના સાંનિઘ્યમાં યોજાતો મહાશિવરાત્રી પર્વે આજે મઘ્ય રાત્રીએ નાગા સાધુની રવાડી પૂર્ણ થયા બાદ મૃર્ગીકુંડમાં શાહી સ્નાન સાથે ભવનાથ મહાદેવની મહા આરતી બાદ ભક્તો મહાદેવની પૂજા કર્યા બાદ મેળો પૂર્ણ થાય છે ત્યારે આજે રાત્રે 9 વાગ્યે શાહી રવાડી નાગા સાધુની નિકળશે જેને જોવા દેશભરમાંથી લાખોની સંખ્યામાં શિવભકતો દર્શન કરવા ઉમટી પડે છે ત્યારે પ્રશાસન દ્વારા પણ ચુસ્ત બંદોસ્બત જાળવે છે અને મેળો શાંતિ પૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તેવા અથાગ પ્રયાસો કરે છે.