ફ્રાન્સ માં થયેલા પયગમ્બર સાહેબના અપમાન ને લઇ વિશ્વભરમાં વિરોધ પ્રદશનો ચાલી રહયા છે લોકો દ્વારાએ જુદી જુદી રીતે વિરોધ નોંધાવી રહયા છે ત્યારે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનું મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા બાયતુલમાલ ફંડ દ્વારા માંગરોળ માં મુસ્લિમ સમાજના લોકોને સ્વૈચ્છીક દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવવા અપીલ કરવામાં આવી હતી જે અંતર્ગત માંગરોળ ની દૂધ માર્કેટ, બકાલા માર્કેટ, ફિશ માર્કેટ, ગુલઝાર ચોક, ગાંધી ચોક, લુહારવાળા, ન્યુ બસ્ટેશન, મકતુપુર ઝાપા સહિત ના વિસ્તારોમાં લોકોએ સજ્જડ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો..