જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે બજાજ ફાઈનાન્સમાં આસિસ્ટન્ટ સેલ્સ સર્વિસ સેન્ટરમાં ફરજ બજાવતા હિતેશભાઈ મેવાડાએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે જેમાં જણાવ્યા અનુસાર તેવો ૩ વર્ષથી કંપનીના નિયમો અનુસાર સેન્ટર ચલાવી રહયા છે.
પંરતુ મોબાઈલ એસોસિએશનના ડિલરો દ્વારા તેમને એજન્સી મારફતે અમારી દુકાનીની લોન કરાવો અને ગ્રાહક મોકલો તો તમને વધારાનું કમિશન આપીશું તેવી ઓફરો કરવામાં આવી હતી જેને તેમણે મના કરતા તેમણે મેનેજર સાથે ઝઘડો કરી અન્ય ડીલરો ને પણ ભડકાવ્યા હતા અને તેમની જાતિ વિરુદ્ધ પણ ટિપ્પણી કરવામાં આવી હતી અને બળજબરીથી ફરિયાદી ની વિરુદ્ધ કંપનીને ખોટા આક્ષેપો કરી ફરિયાદો કરી હતી અને ફરિયાદીને ટાંટિયા ભાંગી નાખવાની તેમજ નોકરી છોડાવી દેવાની ધમકી મોબાઈલ એસોસિએશન ના સભ્યો દ્વારા આપવામાં આવી હતી.
જેને લઈ તેઓ સહિત બીજા આઠ થી દસ કર્મચારી ની પણ નોકરી છીનવાઈ છે.
આ બાબતે આ યુવાન એ માંગરોળ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે અને ન્યાય મળે તેવી માંગણી કરી છે.