-પરાગ્વેમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
આર્જેન્ટીનાના કાર્ડોબાથી 517 કિલોમીટર ઉત્તરમાં આજે વહેલી સવારે 3.39 વાગ્યે 6.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જો કે આ ભૂકંપના આંચકાથી કોઈ જાનહાનીના ખબર નથી.
- Advertisement -
આ અંગેની વિગત મુજબ આર્જેન્ટીનાના કાડાબોથી 517 કી.મી. ઉત્તરમાં આજે વહેલી સવારે લગભગ 3.39 વાગ્યે 6.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ આ જાણકારી આપી હતી.
યુરોપીયન-મેડીટેરેનિયન સીસ્મોલોજીકલ સેન્ટર (ઈએમએસી)ના અનુસાર ભૂકંપ 600 કિલોમીટરની ઉંડાઈમાંથી આવ્યો હતો. અમેરિકી ભૂ- વૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર પરાગ્વે અને આર્જેન્ટીનામાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. હાલ તો આ ભૂકંપની જાનહાનીના કોઈ ખબર નથી.