પરિવારજનોએ રૂપાલાને ઘેર્યા, સવાલ કર્યો- આટલા કલાકો પછી શા માટે NDA રિપોર્ટ નથી આવ્યા?
આજ સુધીમાં ગેમ ઝોનના 25 કર્મચારીની પૂછપરછ કરાઈ: SIT ના વડા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
પરિવારજનોએ રૂપાલાને ઘેર્યા હતા અને સવાલ કર્યો હતો કે, આટલા કલાકો પછી શા માટે DNA રિપોર્ટ નથી આવ્યા? એક વેરાવળના પરિવારે કહ્યું હતું કે, અમે ચૂંટણી વખતે તમારી સાથે હતા. 24 કલાક થયા પણ હજી રિપોર્ટ આવ્યો નથી. આજે જ ચાર્જ સંભાળ્યા બાદ રાજકોટના નવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, SP જયપાલસિંહ રાઠોડ, કલેક્ટર પ્રભવ જોશી સહિતના અધિકારી અને પુરુષોત્તમ રૂપાલા, રામ મોકરિયા સહિતના રાજનેતા સિવિલ પહોંચ્યા છે. પોસ્ટમોર્ટમ વિભાગ ખાતે બેઠક કરશે. SIT વડા સુભાષ ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે.
કોઈને છોડવામાં આવશે નહીં. ઘટના સાથે પ્રત્યક્ષ અને પરોક્ષરૂપથી જોડાયેલા તમામની પૂછપરછ કરવામાં આવી છે. ઉપરાંત જ્યારે જરૂર જણાશે તેની પૂછપરછ થશે. આજ સુધીમાં 25 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે. પોલીસ કમિશનર, મ્યુનિ. કમિશનર, અન્ય અધિકારીઓની પણ પૂછપરછ થઈ છે અને હજુ પણ થશે. અમારે સુનિશ્ચિત કરવાનું છે કે, ઘટના કેમ બની છે અને તેના માટે જવાબદાર કોણ છે?