જૂનાગઢ, સાસણમાં સફારી 16મીથી પ્રવાસી માટે ખુલ્લું મુકાશે
રવિવારે સવારે 6 વાગ્યે વન વિભાગ દ્વારા પ્રવાસીઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
તા. 15 જૂન થી 15 ઓકટોબર ચાર મહિના ચોમાસાની ઋતુ અને સિંહોનો સંવનન કાળના લીધે ગીર જંગલ સફારી બંધ રહે છે.16 ઓકટોબર થી પ્રવસીઓ માટે ગીર સેન્ચુરી માટે ખુલ્લી મુકવામાં આવશે.પ્રથમ દિવસે વેહલી સવારે 6 વાગ્યે સાસણ ગીર ડીએફઓ મોહન રામ અને વન વિભાગના કર્મી દ્વારા જંગલ સફારી કરવા આવતા પ્રવસીઓનું પુષ્પગુચ્છ આપીને વેલકમ કરવામાં આવશે. તેની સાથે જંગલ સફારી કરવા આવતા પ્રવસીઓને ગીર જંગલ પલાસ્ટીક મુક્ત રહે તેની તકેદારી રાખવામાં આવશે.પાણીની બોટલની જગ્યા સ્ટીલની બોટલ આપવામાં આવશે અને પ્લાસ્ટિક બેગ સહીત તમામ વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એશિયાટિક સિંહો દેશ અને ગુજરાત સહિત જૂનાગઢનું ગૌરવ સમાન છે. માત્ર ગીર જંગલોમાં મુક્ત મને વિહરતા સિંહોને જોવા પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સાસણ ગીરની મુલાકાતે આવે છે. ગીર જંગલમાં સિંહોની સાથે દીપડા, હરણ,ચિંકારા સહીત અનેક વન્ય પ્રાણી જોવા મળે છે.તેની સાથે ગીરની વન્ય જીવસૃષ્ટિનો નજારો જોવા દૂરદૂરથી પ્રવાસીઓ ખુબ મોટી સંખ્યામાં જોવા મળશે. ચોમાસાની ઋતુમાં ગીરમાં ખુબ સારા પ્રમાણમાં વરસાદ પડતા ગીર જંગલ સોળે કળાએ ખીલી ઉઠયું છે, તે નજારો જોવો એક લ્હાવો છે. દિવાળીના તેહવારો નજીક છે. સાસણ વન વિભાગ દ્વારા વેબ સાઈટ પર 100 ટકા ઓન લાઇન પરમીટ ઇસ્યુ કરવામાં આવે છે. હાલ દિવાળીના તેહવારોમાં ગીર અભ્યારણમાં સિંહ દર્શન માટે હાઉસ ફૂલ બૂકિંગ જોવા મળી રહ્યું છે.24 ઓકટોબરથી લાભ પાંચમ સુધી સાસણ ગીરમાં પ્રવાસીઓ ખુબ મોટો ઘસારો જોવા મળશે. સિંહ દર્શન કરવા આવતા પ્રવાસીઓને ઓન લાઈન પરમીટ નથી. મળતી તેવા પ્રવાસીઓ માટે સાસણ નજીક આવેલા દેવળીયા પાર્કમાં જીપ્સી અને બસ દ્વારા સિંહ દર્શન પણ કરી શકે છે.
ગિરનાર અને ધારી સફારી પાર્કમાં પણ એડવાન્સ બૂકિંગ
રાજ્ય સરકાર દ્વારા સાસણ ગીરમાં સિંહ દર્શનનો ધસારો વધતા જૂનાગઢ, ગિરનાર જંગલો પણ મુક્ત મને વિહરતા સિંહો માટે ગિરનાર નેચર સફારીમાં સિંહ દર્શન રવિવાર થી ખુલ્લું મુકવામાં આવશે. 8 જીપ્સી દ્વારા સવાર-સાંજ સિંહ દર્શન કરી શકશે. હાલ ગિરનાર નેચર સફારીમાં 150 જેટલી પરમીટનું એડવાન્સ બૂકિંગ થઇ ગયું છે. તેવીજ રીતે અમરેલીના ધારી પાસે આંબરડી સફારી પાર્કમાં પણ સિંહ દર્શન કરી શકાય તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે.
સાસણ પંથકની હોટલમાં બૂકિંગ શરૂ
ચોમાસામાં 4 મહિના સિંહ દર્શન બંધ રહેતા સાસણ ગીર આસપાસ વસતા સ્થાનિક લોકોને મુશ્કેલી અનુભવવી પડે છે, ત્યારે હવે હોટલ-રેસ્ટોરન્ટ ધમધમતા થશે. તેની સાથે જીપ્સી સંચાલકો અને ગાઈડ સહિતનાને રોજગાર પણ સારા પ્રમાણમાં મળી રહેશે. સાસણ ગીર આસપાસ 150થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટ આવેલા છે. દિવાળીની રજાઓને લઇ સાસણ પંથકમાં આવેલી હોટલોમાં પણ બૂકિંગ શરૂ થઇ ગયું છે.